ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા રોજ વધી રહી છે. આજે 8 એપ્રિલના રોજ વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન અને રૂવાપરી રોડ, મોમીન મસ્જિદ પાસે રેહતા 43 વર્ષીય યુવાનનો સમાવેશ થયા છે. આ બંને યુવાનોને આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. ભાવનગર પોઝિટિવ કેસમાં રાજ્યમાં ત્રીજા નંબરે છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત નીપજ્યા છે અને એકને ગઇકાલે રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોઝિટિવ કેસની સંખ્યા વધતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ત્રણ વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાંચ વિસ્તારને કલસ્ટર ક્વોન્ટીન ઝોન જાહેર કર્યા છે. હોટ સ્પોટ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ વ્યક્તિને જરૂરી કામ વગર બહાર નીકળવા દેવામાં આવતા નથી.