Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્ય સચિવ સહિત GAD ના વરિષ્ઠ સચિવો સાથે ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Bhupendrabhai Patel
, બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (22:17 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગ-GADના ઉચ્ચ સચિવો, અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રભાગોની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દસ વર્ષીય ભરતી કેલેન્ડર  અને વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, આયોજન પ્રભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી મેળવી હતી. 
 
મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તથા વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. 
 
ભૂપેન્દ્ર પટેલે ગેપ એનાલીસીસ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ તથા કર્મચારી ગણ સેવા વ્યવસ્થામાં ટેકનોલોજીના વિનિયોગ માટેના HRMS, આયોજન પ્રભાગ અંતર્ગત હાથ ધરાતી કામગીરીની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી. 
 
મુખ્યમંત્રીએ પોતાના હસ્તકના વિભાગોની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવાના શરૂ કરેલા ઉપક્રમમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા બાદ આજે તેમણે સામાન્ય વહીવટ વિભાગની કામગીરી સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન પણ આપ્યુ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2021, DC vs SRH LIVE : ધવનની તોફાની બેટિંગ, હૈદરાબાદને વિકેટની જરૂર