Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Bhavnagar News - ભાવનગરમાં પુત્રના જન્મ દિવસે જ પિતાનું મોત,પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી

Bhavnagar News  - ભાવનગરમાં પુત્રના જન્મ દિવસે જ પિતાનું મોત,પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી
, મંગળવાર, 13 જૂન 2023 (14:43 IST)
બે દિવસ અગાઉ ભાવનગરના નારી ગામે રહેતા યુવકે વરતેજ પોલીસ મથકમાં પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે તેની પત્નિના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. જેમાં ગઇકાલે મોડી રાત્રિના રોજ યુવકનું મોત નિપજતાં પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મૃતક યુવક પત્નિના ત્રાસથી એટલો બધો કંટાળી ગયો હતો કે યુવકે ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં અંતે યુવકનું મોત નિપજ્યું હતું. જો કે, નાના પુત્રના જન્મ દિવસે જ તેના પિતાનું મોત નિપજ્યું હતું જેમાં યુવકને તેના પુત્રને ન મળી શક્યો હોવાનો વસવસો રહી ગયો હતો તેમ તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પત્નિ થોડાક દિવસ પહેલા જ બે દિકરાને લઇ સુરત તેના પિયરે જતી રહી હતી જેમાં 20 થી 25 દિવસ પહેલા જ યુવકે કમળેજ ખાતે ઝેરી દવા પીધી હતી ત્યારે યુવકે થોડાક દિવસ અગાઉ તેના પત્નિથી ત્રાસી જઇ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો. પરંતુ પોલીસે સંતોષકારક જવાબ ન આપતા યુવકને લાગી આવતા ગત તા. 10-6-23ના રોજ યવુકે પેટ્રોલ છાંટી વરતેજ પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં વરતેજ પોલીસના સ્ટાફ દ્વારા યુવકને ધાબળા ઓઢાડી આગ બુઝાવી નાંખી સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. સારવારમાં યુવકનું મોત નિપજ્યું હતું.

14 વર્ષ પહેલા લગ્ન થયેલ હતાં ત્યારથી જ તેના પત્નિ અસહ્ય ત્રાસ આપતા હતા જેમાં અગાઉ જીતેશભાઇએ બે વખત પંખે લટકયા હતા અને એક વખત ઝેરી દવા પીધી હતી અને વધુ એક વખત સળગી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં વરતેજ પોલીસે મૃતકના પત્નિ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની કલમો ઉમેરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક યુવકના પત્નિ તેના બે સંતાનો લઇ સુરત ખાતે તેના પિયરે જતા રહ્યા હતા. પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ કરતા યુવક 80 ટકા જેટલો દાઝી જવા પામ્યો હતો અને અંતિમ દિવસોમાં તે તેના બાળકોને મળવા માંગતો હતો ઉપરાંત પોલીસ કર્મચારીએ પણ યુવકની પત્નિને સમજાવવા છતા તેના પત્નિ બાળકોને મળવા માટે લાવી ન હતી. ત્યારે મૃતક યુવક તેના બંન્ને બાળકોને ન મળી શક્યાનો વસવસો રહી ગયો હતો. જો કે, મૃતક યુવકના નાના પુત્ર ધૈર્યના જન્મ દિવસના દિવસે જ યુવકનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભિનેત્રી Park Soo Ryun નુ દાદરા પરથી પડી જવાને કારણે 29 વર્ષની વયે મોત