Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાદરવી પૂનમનો મેળો- મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી

ભાદરવી પૂનમનો મેળો-  મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી
, રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (11:41 IST)
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માહિતી મુજબ 23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આયોજન થશે.  ભાદરવી પૂનમનાં મેળાનો ગત રોજ પ્રારંભ થવા પામ્યો હતો. અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
 
યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યાતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો 
હતો. 
 
અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં લાખો ભક્તા મા અંબાનાં દર્શન કરવા આવે છે.  અંબાજી માતાનાં પ્રસાદ મોહનથાળનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે ભક્તોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા ડીઝીટલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસર ખાતે એક વેન્ડીંગ મશીન લગાવવામાં આવ્યું છે.  જેમાં અલગ અલગ પૈસા પ્રમાણે પ્રસાદનાં પેકીંગ મુકવામાં આવ્યા છે. ભક્તો દ્વારા કેટલા રૂપિયાનો પ્રસાદ લેતો તે પસંદ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતાની સાથે જ તરત જ તેટલા રૂપિયાનો પ્રસાદનો ડબ્બો બહાર આવી જાય છે.  જેથી ભક્તોને લાઈનમાં ઉભા રહેવું ન પડે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Heart day- 10+ Heart Attach Tretment - હાર્ટ એટેકથી બચવા માટે 10 ઉપચાર