Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી
, બુધવાર, 17 જાન્યુઆરી 2018 (16:54 IST)
ઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ભારત-પાકિસ્તાન સીમા પર મૂકવામાં આવશે. આ વાનથી સમુદ્રનું ખારુ પાણી પીવાલાયક બનાવી શકાય છે.ભારત-પાકિસ્તાનની સરહદે આ વાનને ખુલ્લી મૂકાઈ હતી, બાવળા ખાતેથી જ મોદી અને નેતન્યાહૂએ આ વાનને ખુલ્લી મૂકી હતી. આ વાનને કારણે બીએસએફના જવાનોને હવે શુદ્ધ પાણી મળશે.અતિ આધુનિક સુવિધાથી સજ્જ જીપની કિંમત 72 લાખ જેટલી છે.
webdunia

આ જીપ 20 હજાર લીટર જેટલું સમુદ્રનું ખારું પાણી અને 80 હજાર લીટર જેટલા નદીના ગંદા પાણીને એક દિવસમાં શુદ્ધ કરી શકે છે. હાલમાં સીમા ક્ષેત્રમાં સેનાના જવાનો માટે આ જીપ દ્વારા પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિમાં પણ આ જીપ ઉપયોગમાં આવશે. જીપનું વજન 1540 કિલોગ્રામ અને સ્પીડ 90 કિલોમીટર પ્રતિકલાકની માનવામાં આવે છે. નોંધનીય છે કે મોદી જ્યારે ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા ત્યારે નેતન્યાહૂએ વોલ્ગા બીચ ખાતે તેમને આ જીપ બતાવી હતી. નેતન્યાહૂએ આ જીપને ચલાવી હતી તેમજ મોદીએ તેમા સવારી પણ કરી હતી. આ જીત દ્વારા બંને દેશના પીએમની હાજરીમાં ખારા પાણીને મીઠુ કરીને ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારને દોડતી રાખવા કોંગ્રેસનો નવતર અભિગમ, સરકારી વિભાગો પર નજર રાખશે કોંગી ધારાસભ્યો