Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rajkot East Vidhansabha Seat - આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી ભરી રહેશે, કોંગ્રેસ, ભાજપ માટે વર્ચસ્વની લડાઈ બનશે

Rajkot East Vidhansabha Seat - આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી ભરી રહેશે, કોંગ્રેસ, ભાજપ માટે વર્ચસ્વની લડાઈ બનશે
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:38 IST)
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલ ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો સર કરવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે.

ગુજરાતના ઇતિહાસમાં જોવા જઈએ તો જયારે પણ ત્રીજો મોરચો સક્રિય થયો છે ત્યારે કોંગ્રેસને નુકશાન થયું છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને ઉતારવાથી કોના મત તૂટશે તે તો જનતા જ મત દ્વારા જણાવી શકશે. રાજકોટ જિલ્લાનું રાજકારણમાં આગવું મહત્વ છે ત્યારે આમ આદમી પાર્ટીના ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ કોંગ્રેસ તરફથી આ બેઠક પર ચૂંટણી લડ્યા અને વિજેતા થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ પૂર્વ બેઠક ખુબ રસાકસી ભરી રહેશે. આ બેઠકના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. ત્યારે અરવિંદ રૈયાણીને મંત્રી પદ્દ પણ ભુપેન્દ્ર સરકારમાં મળ્યું છે. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર એક વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે જયારે એક ટર્મ માટે ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

રાજકોટ પૂર્વ બેઠક પર 2012માં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા. બીજી તરફ વર્ષ 2017માં ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિજય રૂપાણીને ટક્કર આપવા માટે રાજકોટ પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જોકે ઇન્દ્રનિલની આ બેઠક પર હાર થઇ હતી. રાજકોટ પૂર્વ બેઠક પર કુલ 293185 મતદારો છે જેમાંથી 154370 પુરુષ મતદારો છે જયારે 138813 સ્ત્રી મતદારો અને અન્ય 2 મતદારો છે. આ બેઠક પર 66.99% મતદાન થયું હતું . જેમાં ભાજપે અરવિંદ રૈયાણીને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે મિતુલ ડોંગાને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 53.13% એટલેકે 90607 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને કુલ મતદાનના 40.28% એટલેકે 68692 મત મળ્યા હતા અને અરવિંદ રૈયાણી વિજેતા થયા હતા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.

અરવિંદ રૈયાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેથી ભાજપ માટે આ બેઠક જીતવી ખુબ જરૂરી બને છે જયારે કોંગ્રેસનો હાથ મૂકી આપને સાથ આપનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ જ બેઠક પર ચૂંટણી લડી ચુક્યા છે અને 2012માં કોંગ્રેસ તરફથી લડી અને ધારાસભ્ય બન્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ બેઠક પરથી ચૂંટણી લડે તો કોંગ્રેસ અને ભાજપ બંનેને નુકશાન થાય શકે છે. આ બેઠક પર કોંગ્રેસ જીતી ચુકી છે તો વર્ચસ્વની લડાઈ માટે ઉતરશે ઉમેદવારો મેદાને

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Congress and NCP Alliance - ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ગઠબંધન તૂટ્યું હતું, હવે ફરીવાર કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગંઠબંધન