Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોંગ્રેસના બળવાખોરને ભાજપ સરકારે બખ્ખાં કરાવ્યાં, બળવંતસિંહ રાજપૂત પાસેથી ભાજપ સરકારે રૃા.૪૫ કરોડનું તેલ ખરીદ્યું

કોંગ્રેસના બળવાખોરને ભાજપ સરકારે બખ્ખાં કરાવ્યાં, બળવંતસિંહ રાજપૂત પાસેથી ભાજપ સરકારે રૃા.૪૫ કરોડનું તેલ ખરીદ્યું
, શનિવાર, 17 માર્ચ 2018 (12:26 IST)
કોંગ્રેસના બળવાખોરને ભાજપ સરકારે બખ્ખાં કરાવ્યાં, બળવંતસિંહ રાજપૂત પાસેથી ભાજપ સરકારે રૃા.૪૫ કરોડનું તેલ ખરીદ્યું 

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને બાયબાય કહીને કેસરિયો ખેસ ધારણ કરનારાં બળવંતસિંહ રાજપૂત પર ભાજપ સરકાર મહેરબાન રહી છે.રાજ્યના નાગરિક પુરવઠા વિભાગે બળવંતસિંહ રાજપૂતની ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લી.પાસેથી રૃા.૪૫ કરોડનું ખાદ્યતેલ ખરીદીને બખ્ખાં કરાવી દીધાં છે.ભાજપના રાજમાં ય કોંગ્રેસના બળવાખોરોને સરકારમાંથી મલાઇ તારવા મળી છે. વિધાનસભામાં રાજ્યમાં ખાદ્યતેલના બફર સ્ટોકના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં એવી ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છેકે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭માં કુલ મળીને ૨,૦૨,૮૭,૪૬૪ રિફાઇન્ડ તેલના પાઉચ ખરીદ્યા હતાં.

નાગરિક પુરવઠા વિભાગે તેલ સપ્લાય કરતી કંપનીઓ જેમ કે,પાર્થ કોમોડીટી સર્વિસીસ પ્રા.લિ, મેપ રિફોઇલ્સ ઇન્ડિયા લી,વિમલ ઓઇલ એન્ડ ફુડ્સ લી અને ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ પ્રા.લી પાસેથી તેલ ખરીદ્યુ હતું. ઓગષ્ટ,૨૦૧૬માં સરકારે ગોકુલ એગ્રી ઇન્ટરનેશન પાસેથી ૯,૦૫,૭૬૦ પાઉચ,સપ્ટેમ્બરમાં ૯,૦૫,૭૬૦,ઓક્ટોબરમાં ૬,૫૯,૩૨૮ પાઉચ,આ જ મહિનામાં ફરી ૪,૭૩,૫૪૪ પાઉચની ખરીદી કરી હતી. ઓગષ્ટ,૨૦૧૭માં આ જ કંપની પાસેથી ૧૭,૨૭,૬૬૪ પાઉચની ખરીદાયા હતાં. ઓકટોબરમાં ૯,૧૧,૬૮૮ પાઉચ તેલ ખરીદવામાં આવ્યુ હતું. આમ કુલ મળીને બળવંતસિંહ રાજપુતની તેલની કંપનીમાંથી ૬૪,૯૦,૯૬૮ તેલના પાઉચ ખરીદવામાં આવ્યા હતાં. કોંગ્રેસના જ ધારાસભ્યોનો આક્ષેપ છેકે,વિરોધપક્ષમાં બેસીને ભાજપને ગાળો ભાંડનારા બળવંતસિંહ રાજપૂત પહેલેથી જ સરકારમાં સેટિંગ પાડવામાં માહિર છે.વેપારધંધામાં ગોઠવણ પાડવા માટે જ તેમણે કોંગ્રેસનો હાથ છોડયો છે. આ તરફ,ભાજપે પણ બળવાખોર બળવંતસિંહને સરકારમાં મલાઇ તારવાની ગોઠવણ કરી આપી છે 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌનૌ સાથ સૌનૌ વિકાસ વાઈબ્રન્ટ ગુજરાત, ગુજરાતમાં ૧૧,૪૭૫ વસતિ દીઠ એક જ સરકારી ડૉક્ટર