Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માર્કેટમાં તોતાપુરી કેરીનું આગમન, અથાણાના કેરીના ભાવમાં પણ વધારો

Arrival of Totapuri mango in the market
, શુક્રવાર, 8 એપ્રિલ 2022 (11:27 IST)
વલસાડના ધરમપુર માર્કેટમાં આ વર્ષની સિઝનની તોતાપુરી કેરી પગરણ થતાં કેરીના રસિયાઓમા આનંદની લાગણી જોવા મળી હતી જોકે ખાવાલાયક જગવિખ્યાત કેસર-હાફૂસ સહિત અન્ય કેરી માટે હજી એક મહિનો રાહ જોવી પડશેચાલુ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી ખેડૂતોને મોઘો ભાવ મળતા ફાયદો થવા ના અનુમાન છે.
 
વલસાડ જિલ્લા ના ધરમપુરમાં આ વર્ષે કેરી પાકમાં સંભવિત નુકશાનની વચ્ચે તોતાપુરી કેરીનું આગમન થયું છે. ૧૨૦૦ રૂપિયા પ્રતિ મણ વેપારીએ ખેડૂત પાસે ખરીદી છે. આમ મોડી શરૂ થનારી સિઝનની વાત વચ્ચે ૨૦ એપ્રિલ પછી આવક શરૂ થવાની આશા વેપારીએ વ્યકત કરી છે.
 
ધરમપુર પંથકમાં કામોસમી વરસાદ તથા વાદળછાયા વાતાવરણ તેમજ ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર થતા આ વર્ષે ઓછો પાક ઉતરવાની શકયતા ખેડૂતો, વેપારીએ વ્યકત કરી છે. એપ્રિલમાં ધરમપુરમાં એક્સપોર્ટની કેસર, અથાણા લાયક રાજાપુરીની ખરીદી માટે જોવા મળતા મુંબઈના વેપારીઓ માલની આવક નહીં હોવાથી હજી આવ્યા નથી.
 
આ અંગે કેરીના વેપારીએ કહ્યું હતું કે વેપારીઓ અહીં આવવાના સ્થાને ફોનની માહિતી લઈ રહ્યા છે. આ સમયે દૈનિક ૪૦થી ૫૦ મણ કેસર,રાજપુરી, તોતાપુરી, દેશીની આવક શરૂ થઈ જતી હતી.
 
અને વેપારીઓ પણ આવી જતા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષે ઘણી ઓછી કેરી હોવાને લઈ ભાવ ઊંચા રહી શકે એમ છે. જોકે ધીમે પગલે ચાર પાંચ મણથી આવક શરૂ થતા આ વર્ષે કેરી પાકમાં થયેલા નુકશાન વચ્ચે વેપારીએ માલની આવક વધવાની આશા વ્યક્ત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડગામ તાલુકાના ડાલવાણામાં આજે મુસ્લિમ બિરાદરો મંદિરે રોઝા ખોલશે