ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે.
રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને હવે સ્કૂલોમાં રોજ 6 કલાકની જગ્યાએ આઠ કલાક ફરજ બજાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ માટે જુદા-જુદા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હચો, ત્યારબાદ શિક્ષકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
ચુડાસમાએ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો મામલે જણાવ્યું હતું કે, સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ રાજ્ય સરકારની એક સિસ્ટમના જ એક ભાગ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ.