Anany ambani radhika merchant- મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મંગળવારે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ પહોંચ્યા હતા. અનંતના દાદી કોકિલાબેન અંબાણી પણ તેમની સાથે હતા.લગ્ન પહેલાની વિધિ પછી, અનંત અને રાધિકા પહેલીવાર ધીરુભાઈના ગામ જાય છે. આ પ્રસંગે ત્રણેય ઝુંડ ભવાની માતાજીના મંદિરે ગયા હતા.
12 માર્ચ 1954 ના દિવસે ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેનના લગ્ન ચોરવાડમાં થયા હતા. અનંન અંબાણીના દાદાની જન્મભૂમિ ચોરવાડ આને પણ અંબાણી પરિવાર માટે ખાસ મહત્વ ધરાવે છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા તે ચોરવાડ ગામે લોકોના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા ત્યા તેણે ભાવપૂર્વક ગ્રામજનોને ભોજન કરાવ્યુ અને ચોરવાડની જનમ્ભૂમિના વખાણ કર્યા હતા.
અનંતે કહ્યું- દાદાના ગામમાંથી તેમના જેવા 10 લોકો ઉભા રહે. આ પ્રસંગે અનંત અંબાણીએ લોકોને કહ્યું, 'હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું, આ મારા દાદાનું ગામ છે. તમે બધા મને અને રાધિકા અને મારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં બધું અહીંથી આવ્યું છે.