Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં 1 જુનથી AMTS અને BRTS શરુ થઈ શકે, AMCના સત્તાધીશો અને કમિશ્નર વચ્ચે બેઠક બાદ નિર્ણય લેવાશે

અમદાવાદમાં 1 જુનથી AMTS અને BRTS શરુ થઈ શકે, AMCના સત્તાધીશો અને કમિશ્નર વચ્ચે બેઠક બાદ નિર્ણય લેવાશે
, શુક્રવાર, 28 મે 2021 (10:44 IST)
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે ત્યારે AMTS BRTS બસ સેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 28 મેના રોજ AMTS BRTS બસ ફરી રોડ પર દોડશે જેની વાતો વચ્ચે આજથી બસ સેવા શરૂ થઈ નથી.

શહેરમાં વિકાસકામોના લોકાર્પણો અને કમિટીઓના ચેરમેનની નિમણૂંકોની વ્યસ્તતાને લીધે નિર્ણય લેવાઈ શક્યો નથી. AMCના પ્રભારી અને સત્તાધીશો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને AMCની વિવિધ કમિટિઓના ચેરમેનની નિમણુંકની વ્યસ્તતામાં હતા જેથી મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો વચ્ચે ચર્ચા બાદ 1 જૂનના રોજ AMTS અને BRTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.  ગત સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની  બસ સેવા ચાલુ કરવા મામલે બેઠક થઈ હતી પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મીટીંગ બાદ બસ સેવા ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી શકે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. સત્તાધીશો પણ બસ સેવા ઝડપથી ચાલુ થાય તેમ ઈચ્છે છે પરંતુ કમિશનર તરફથી કોઈ આ બાબતે નિર્ણય લેવામાં ન આવતાં તેઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે. AMTS બસ સેવા પહેલાથી જ ખોટમાં ચાલી રહી છે, ત્યારે કોરોનાના કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફા પડી રહ્યાં છે. લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રાક્ટની બસોને પણ કેટલાક તકાની રકમ ચૂકવવાની હોય છે. એકતરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રીક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન સાથે AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસ કાંસ્ટેબલની 4000 પદો પર ભરતી 12મા પાસ 25 જૂન સુધી કરવુ આવેદન