Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Naroda Patiya Case - નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં

naroda case
, ગુરુવાર, 20 એપ્રિલ 2023 (17:45 IST)
પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 69 આરોપી નિર્દોષ જાહેર
 
અમદાવાદમાં નરોડા ગામના 2002ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવ્યો છે. 100થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી. કોર્ટ રૂમમાં આરોપીઓની હાજરી લેવાઈ હતી. જેમાં બે આરોપીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 69 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે.
 
અમદાવાદમાં નરોડા ગામમાં પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.  ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.
 
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી. જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાદમાં અન્ય 50 આરોપીની ધરપકડ થઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Modasa News - મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 4 મજુરોના મોત, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો