baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમવારથી ઘટશે વરસાદનું જોર: દરિયામાં ડિપ ડિપ્રેશન સર્જાતાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ઍલર્ટ

Rajkot news
, રવિવાર, 17 જુલાઈ 2022 (10:34 IST)
અરબ સાગરના ઉત્તર-પૂર્વમાં લૉ-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાતાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયા છે. આ ડિપ્ર ડિપ્રેશનને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને દરિયાઈ હલચલ જોવા મળી શકે છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી તથા દાદરા અને નગર હવેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટા-છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે આ બાદ વરસાદનું જોર ઘટશે

પોરબંદર, દેવભૂમિ દ્વારાકા અને ગીર-સોમનાથ જિલ્લાનાં વહીવટી તંત્ર ડિપ ડિપ્રેશનની અસરોને કારણે સર્જાતી સ્થિતિને કાબૂમાં લેવાના માટે પૂર્વતૈયારી શરૂ કરી છે. જોકે, ભારતીય હવામાનવિભાગ દ્વારા આ ડિપ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધશે.
 
પોરબંદરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એ. એમ. શર્માએ કહ્યું કે, "હાલમાં હવાની ગતિ ખૂબ વધુ નથી, પરંતુ અમે સુરક્ષાના ઇંતેજામમાં લાગી ગયા છીએ. અમે 28 ગામોને સચેત રહેવાની સૂચના આપી છે, તેમજ અમારી પાસે સાયક્લોન સેન્ટર પણ છે, જેથી જોખમી ઝોનમાં રહેલા લોકોને સરળતાથી શિફ્ટ કરી શકાશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breaking News Updates : NDA એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરનુ નામ જાહેર કર્યું