Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: AIBનો પ્રારંભિક તપાસ અહેવાલ આ અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો

plane crash
, મંગળવાર, 8 જુલાઈ 2025 (17:30 IST)
ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઍર ઇન્ડિયા 171 ક્રૅશ અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓને સુપરત કર્યો છે એમ એએનઆઈએ જણાવ્યું છે.
 
દાખલ કરાયેલ અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે, એમ સમાચાર એજન્સી ANI એ ટોચના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે.
 
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળના બ્લૅક બૉક્સમાંથી ક્રૅશ પ્રોટેક્શન મૉડ્યુલ (CPM) સુરક્ષિત રીતે મેળવી લેવામાં આવ્યું હતું અને તેમાંથી સફળતાપૂર્વક ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.
 
આ પ્રક્રિયાથી પરિચિત સૂત્રોએ ANI ને જણાવ્યું હતું કે બ્લૅક બૉક્સમાંથી ડેટા સચોટ રીતે મેળવી શકાય છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે "ગોલ્ડન ચેસિસ" તરીકે ઓળખાતા એક સમાન બ્લૅક બૉક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ અને યુએસ સ્થિત નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વધુમાં, બોઇંગ, GEના અધિકારીઓ, એવિએશન મેડિસિન નિષ્ણાતો અને ઍર ટ્રાફિક કંટ્રોલ નિષ્ણાતો સામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bulldozers Action on Changur Baba છોકરીઓને ઇસ્લામ કબૂલ કરાવનારા ચાંગુર બાબાની હવેલી પર બુલડોઝર દોડાવાયા, કરોડોની સંપત્તિનો નાશ થયો