ગુજરાત સહિત ભારતભરમાં હોળી ધૂળેટીની રંગચંગે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદી ધૂળેટી માટે અગાઉથી ડીજે અને રેન ડાન્સનું પ્લાનિંગ કરતા હોય છે. જ્યારે શહેરમાં આવેલી ક્લબોમાં પણ આ પ્રકારનું આયોજન થયું હોય છે. ત્યારે અમદાવાદી મનમૂકીને મજા માણે છે. પરંતુ અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા આ પણે ધૂળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લબ સંચાલકોના જણાવ્યા અનુસાર કોરોના હજુ સંપૂર્ણપણે ગયો નથી ભીડ જમા થતાં ફરી વકરી શકે છે. માટે ધૂળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રાજ્યમાં કોરોનાના કહેરના લીધે તહેવારોના સેલિબ્રેશન બંધ છે ત્યારે આ વર્ષે પણ ઉજવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ક્લબોમાં રેઇન ડાન્સ અને ડીજેનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે આયોજન નહી થાય.
અમદાવાદની સૌથી મોટી ગણાતી આ બે સૌથી ગણાતી આ બે ક્લબોમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે.
ગત વર્ષે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી બે ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ નિર્ણય લીધો છે, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટની ક્લબોમાં ધુળેટીની ઉજવણી થાય છે કે નહીં.