Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gujarat ના Ahmedabad Traffic Police ને મળ્યુ અનોખુ હેલ્મેટ

ac helmet
, શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (15:54 IST)
ac helmet
અમદાવાદમાં ટ્રાફિક જવાનોને મળશે AC વાળુ હેલ્મેટ, જવાનોને ગરમી અને ઉડતી ધૂળથી રક્ષણ આપશે
 
ગમે તેવી સ્થિતિમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે હવે નવી ટેક્નોલોજી અમલમાં મુકવામાં આવી છે. ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે હવે ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી અને ઉડતી ધૂળથી રક્ષણ આપશે. 
 
શહેરના નાના ચિલોડા, પીરાણા અને ઠક્કરનગર એમ ત્રણ અલગ અલગ પોઇન્ટ પરના ટ્રાફિક જવાનોને હેલ્મેટ આપવામાં આવ્યા છે. અગાઉ ટ્રાફિક પોલીસ સ્ટેશન નહોતા પરંતુ જરૂરિયાત મુજબ ટ્રાફિક પોલીસ સ્ટેશન અલગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક અધિકારીઓની જરૂર વધતા ટ્રાફિક DCPની નિમણૂક કરવામાં આવી છે જેમાં પૂર્વ, પશ્ચિમ અને એડમીન એમ અલગ અલગ ટ્રાફિક DCPની નિમણૂક કરવામાં આવી છે. અત્યારે અમદાવાદમાં મોટા ભાગના સિગ્નલ અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસને પોઇન્ટ ફાળવવામાં આવ્યો છે.
 
ટ્રાફિક પોલીસ બે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. ગરમીના દિવસોમાં ગરમીના કારણે ટ્રાફિક નિયમન કરાવતા કર્મચારીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બનતા હોય છે. આ ઉપરાંત કેટલાક ટ્રાફિક જંક્શન પર ધૂળ સતત ઉડ્યા કરતી હોય છે જે શ્વાસમાં જાય તો સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ટ્રાફિક જવાનોને પણ તેની અસર થાય છે.આ હેલ્મેટ સાથે બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. એક વખત ચાર્જ કર્યા બાદ 5 દિવસ સુધી હેલ્મેટની બેટરી ચાલે છે. આ હેલ્મેટ વાપરવા બેટરી બેકઅપ માટે બેલ્ટ આપવામાં આવ્યો છે. જે બેલ્ટ પહેરવામાં આવે છે. બેલ્ટ પહેરીને તેને હેલ્મેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ હેલ્મેટની અંદર એક ફેન આપવામાં આવ્યો છે. હેલ્મેટમાં ફેનના હાય અને લૉ એમ બે મોડ આપવામાં આવ્યા છે. ફેનને ચાલુ-બંધ કરવા માટે પણ ઓન-ઓફના બટન આપવામાં આવ્યા છે. જે હેલ્મેટ પહેરીને ઓન કરવાથી પવન આવે છે. જેથી ગરમીથી રાહત મળે છે. હેલ્મેટના આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટીકનો ગ્લાસ છે જે ટ્રાફિક જવાનને ધૂળ, ધુમાડો, ઉડતી રજકણ સહિતના પ્રદૂષણથી રક્ષણ આપશે. 
 
ટ્રાફિક પૂર્વ DCP સફીન હસને જણાવ્યું હતું કે આ હેલ્મેટ વાતાનુકૂલિત હેલ્મેટ છે. જેના કારણે ગરમીમાં આ હેલ્મેટ પહેરવાથી રાહત મળશે. તથા ધૂળથી રક્ષણ મળે તે રીતે આ હેલ્મેટને ડિઝાઇન કરાયું છે. અત્યારે ત્રણ પોઇન્ટ પર બંને શિફટમાં આવતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અત્યારે આ નવા હેલ્મેટનો અનુભવ કરી રહ્યા છે. થોડા સમય બાદ પોલીસકર્મીઓનો અનુભવ કેવો રહે છે તેનો સરવે કર્યા બાદ ભવિષ્યમાં આ હેલ્મેટનો ઉપયોગ કરાશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 30KM જ દૂર