Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા - આ વર્ષે સાદગીપૂર્ણ રહેશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ?

rath yatra
, ગુરુવાર, 26 જૂન 2025 (13:48 IST)
રાજ્યની સૌથી મોટી અને દેશની બીજા નંબરની જગન્નાથજીની રથયાત્રા 27મી જૂને યોજાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ અને આખરી ઓપ અપાય ગયો છે. આમ તો આ રથયાત્રામાં દર વર્ષે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ સૌને ચિંતામાં નાખી દીધા છે.  હજુ અનેક લોકોના DNA સેમ્પલ મેચ થવાના બાકી છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. તેથી હવે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 
આવતીકાલે 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.   148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથ તથા પ્રસાદની ટ્રક સાથે નીકળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
 
મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું : આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે રૂબરૂ વાત કરતા જણાવ્યું હતું કે, હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. સાદગી પૂર્ણ રીતે રથયાત્રાના આયોજન અંગે રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજુ બેઠક યોજવામાં આવી નથી. ટૂંક સમયમાં રથયાત્રાને લઈને રાજ્ય સરકાર સાથે બેઠક યોજ્યા બાદ રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલમાં દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે. તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પછી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે એ બાદ મીડિયાને જાણ કરવામાં આવશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા