Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 જેસીબી 35 હિતાચી મશીનો અને 8200 નિર્માણ, 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત, અમદાવાદમાં મિની બાંગ્લાદેશ પર બુલડોઝર એક્શન

chandrola lake
અમદાવાદ. , બુધવાર, 21 મે 2025 (12:43 IST)
chandrola lake
ગુજરાતના આર્થિક કેન્દ્ર અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ બુલડોઝર એક્શન ચાલુ છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન એરિયામાં આવનારા ચંદોલા તળાવ છાવણી બની ગયુ છે. ઓપરેશન 2 હેઠળ 8000 ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે.  મંગળવારે સવારે 7 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં લગભગ 100 કલાકનો સમય લાગવાની ધારણા છે. આ ગુજરાતમાં સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી છે. ચંડોળા તળાવ પર પ્રથમ તબક્કામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેર પોલીસની હાજરીમાં, 2,000 થી વધુ ઝૂંપડીઓ અને બાંગ્લાદેશીઓના સાથી મહમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની માલિકીની રિસોર્ટ તોડી પાડ્યા. હવે કોર્પોરેશન દ્વારા સરકારી જમીન ખાલી કરાવવા માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ઘટનાસ્થળે કેમ્પિંગ કરી રહ્યા છે. બુલડોઝરની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બનવી જોઈએ. આ માટે 25 કંપનીઓ અને 3000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વસવાટને કારણે આ વિસ્તાર મીની બાંગ્લાદેશ તરીકે જાણીતો હતો.
 
 સરકારી જમીન પર નિર્માણ 
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશને ચંડોળા તળાવની આસપાસના 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો નિર્ણય લીધો છે. ગયા મહિને, ૧.૨૫ લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના ઘરો સહિત અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે બીજા અને અંતિમ તબક્કામાં, AMC પોલીસની મદદથી બાકીની જમીનને ગેરકાયદેસર અતિક્રમણથી મુક્ત કરશે. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 3,000 પોલીસકર્મીઓ અને રાજ્ય અનામત પોલીસ (SRP)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સિંઘલે કહ્યું કે પહેલા તબક્કામાં અમારું મુખ્ય લક્ષ્ય અસામાજિક તત્વો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેવાસીઓ હતા જેઓ અહીં રહેતા હતા. અતિક્રમણ વિરોધી ઝુંબેશના પ્રથમ તબક્કા પહેલા અમે અહીં ગેરકાયદેસર રીતે રહેતા 202 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બીજા તબક્કામાં અમે બાકી રહેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરીશું. જ્યાં સુધી તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર ન થાય ત્યાં સુધી અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલુ રહેશે.

 
ડ્રોનથી ગેરકાયદે બાંધકામનો કરવામાં આવ્યો સર્વે 
 સંયુક્ત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ ઝુંબેશ શરૂ કરતા પહેલા, AMC એ એક સર્વે હાથ ધર્યો હતો અને જાણવા મળ્યું હતું કે તળાવની આસપાસનો લગભગ 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર હજુ પણ ગેરકાયદેસર કબજા હેઠળ છે. તેમણે કહ્યું કે ડ્રોન સર્વેક્ષણથી પુષ્ટિ મળી છે કે આ વિશાળ જમીન પર લગભગ 8,000 ઘરો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે. સિંઘલે જણાવ્યું હતું કે AMC એ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે 2010 કે તે પહેલાં ત્યાં રહેતા લોકો વૈકલ્પિક રહેઠાણ માટે પાત્ર બનશે અને ઘણા લોકોએ પહેલાથી જ પોતાનો ઘરનો સામાન ત્યાં ખસેડી લીધો છે. તેમણે કહ્યું કે AMCની ઓછામાં ઓછી 50 ટીમોએ સવારે પોતાનું કામ શરૂ કર્યું હતું અને બપોર સુધીમાં 30 ટકા વિસ્તાર સાફ થઈ ગયો હતો. અમે વિસ્તારમાં કડક દેખરેખ રાખવા માટે 50 ડ્રોન તૈનાત કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજીવ ગાંધી પુણ્યતિથિ - જાણો દેશના પૂર્વ પ્રધાનમંત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો