Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદનો એન્જિનિયર યુવક સંન્યાસી બનવા પુડ્ડુચેરી પહોંચ્યો, દેવું કરીને માતા પિતા ઘરે પરત લાવ્યા

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (17:03 IST)
સમાજમાં શિક્ષિત યુવક- યુવતીઓ યુવાનીમાં સંન્યાસી બનવા તરફ વળી જતા માતા-પિતા પર આભ તૂટી પડે છે. વૃદ્ધાવસ્થામાં જે પુત્ર પોતાનો આધાર બનશે તે જ હવે સંન્યાસ તરફ વળે ત્યારે માતા-પિતા ખૂબ જ ભાંગી પડે છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના પૂર્વ અને મધ્ય વિસ્તારમાં રહેતો 30 વર્ષનો એન્જિનિયર યુવક ઓનલાઇન શ્રીકૃષ્ણ ભગવાન અને ભગવદ ગીતાના લેક્ચરો જોઈ તે સંપ્રદાયના પુડ્ડુચેરી મંદિરે પહોંચી ગયો હતો.

એકનો એક પુત્ર સંન્યાસી બનવા જતો રહ્યો હોવાની માતા-પિતાને જાણ થતાં તેઓ પૈસાનું દેવું કરી કોઈપણ રીતે અમદાવાદ પરત લઈને આવ્યા હતા. અમદાવાદ લાવ્યા બાદ માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ હતી. પોતે ઉભો પણ રહી ન શકે અને હાથપગ ધ્રૂજતા હતા. જેથી માટે મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક યુવકનું કાઉન્સેલિગ કરી માળા અને લેક્ચરો બંધ કરાવી સારવાર લેવા તેમજ બોડી ચેકઅપ માટે જાણ કરી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાનો અભયમ હેલ્પલાઇન 181માં ફોન આવ્યો હતો કે મારો એન્જિનિયર પુત્ર આખો દિવસ ભગવાનની માળા અને ઓનલાઇન લેક્ચરો જોયા કરે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવકની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ હતી. હેલ્પલાઈનની ટીમે મહિલાને પૂછતાં જણાવ્યું હતું કે 30 વર્ષનો તેમનો એન્જિનિયર પુત્ર નોકરી કરતો હતો. 6 મહિના પહેલા શ્રીકૃષ્ણ ભગવાનના એક સ્વામી દ્વારા લેવામાં આવતા ઓનલાઇન લેક્ચરો જોવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ દિવસ રાત ઓનલાઇન વીડિયો અને ભગવદ ગીતામાં જ સમય પસાર કરતો હતો. 20 દિવસ પહેલા જ યુવક ઓનલાઇન સંપ્રદાયના મંદિરનું સરનામું મેળવી કોઈને કહ્યા વગર ફલાઈટમાં પુડ્ડુચેરી પહોંચી ગયો હતો. જ્યાં તેણે 10 હજારનો મુગટ અર્પણ કર્યો હતો. માતા-પિતાને જાણ પણ ન હતી કે દિકરો ક્યાં જતો રહ્યો છે તેઓ માત્ર ફોન પર જ સંપર્કમાં હતા. યુવકને પુડ્ડુચેરીમાં સ્વામીઓ પત્રિકાઓ વહેચાવતા, જમવાનું બનાવડાવતા અને આરતી દરમિયાન કલાકો નચાવતા હતા. યુવકની માનસિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે તેને આ સ્વામી-ગુરુ સિવાય કોઈ જ દેખાતું ન હતું. તેણે 30 હજાર રૂપિયા મંદિરમાં દાન અને બાકીના 35 હજાર પણ ઉપાડી લીધા હતા. દીકરો આવી પરિસ્થિતિમાં હોવાની માતા-પિતાને જાણ થઈ હતી. એકનો એક પુત્રને પરત મેળવવા માતા પિતાએ આસપાસમાંથી ઉછીના રૂપિયા લઈ અને પોન્ડીચેરી ગયા હતા. જ્યાંથી તેઓ કોઈપણ રીતે દિકરાને અમદાવાદ પરત લાવ્યા હતા. અમદાવાદ લાવ્યા બાદ પણ આખો દિવસ શ્રીકૃષ્ણની માળા અને ભગવદ્દ ગીતાની વાતોમાં જ મશગુલ રહેતો હતો.  એકના એક જુવાનજોધ દીકરાની આ પરિસ્થિતિ જોઈ અને માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવકને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. સાધુ, ગુરુ અને ભગવાનના નામે ઘણા લોકો વેપાર કરતા હોય છે જેથી આ બધું છોડી ફરી નોકરી પર લાગી માતાપિતાનો સહારો બનવા જણાવ્યું હતું. યુવકની શારીરિક સ્થિતિ પણ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે તેના હાથ પગ ધ્રૂજતા રહેતા હતા પોતે શરીરની સ્થિતિ સાંભળી શકતો ન હતો જેથી તેનું બોડી ચેકઅપ અને સારવાર કરાવવા પણ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments