વકીલે મહિલાને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યો હતો. મહિલા પોતાના પતિ સાથે છુટાછેડા લેવા માટે વકીલ પાસે આવતી હતી. મહિલા ને પછી ખબર પડી કે તેણે ઘણી મહિલાઓ સાથે આ પ્રકારે છુટાછેડા અપાવવાના બહાને શારીરિક સંબંધ બનાવ્યા છે.
જાણકારી હાથ લાગ્યા બાદ મહિલા વકીલના ઘરે પહોંચી અને હંગામો શરૂ કરી દીધો. જોકે વકીલે મહિલાને મનાવવા માટે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી.
મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરતાં વકીલે જણાવ્યું કે એક મહિલા તેના ઘરે આવીને હંગામો કરી રહી છે. એટલા માટે મને તમારી મદદ જોઇએ છે. જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી મહિલા હેલ્પલાઇનની ટીમે હંગામો કરનાર મહિલાને સમજાવી.
હેલ્પલાઇનની ટીમને હંગામો કરનાર મહિલાને જણાવ્યું કે પતિ સાથે છુટાછેડા લેવાનો કેસ વકીલ લડી રહ્યો છે. લગ્નનો વાયદો કરી તેણે શારિરીક સંબંધ પણ બાંધ્યો હતો.
જોકે મહિલાએ આ દરમિયાન જાણકારી મળી કે વકીલ કેસ લડવાના બહાને પહેલાં પણ ઘણી મહિલાઓ સાથે આ પ્રકારની હરકત કરી હતી. એટલા માટે મહિલાએ ગુસ્સામાં આવી અને વકીલના ઘરે પહોંચી ગઇ. વકીલના ઘરે પહોંચી મહિલાએ જોરદાર હંગામો કર્યો. હંગામાથી ભયભીત વકીલે તાત્કાલિક મહિલા હેલ્પલાઇનને ફોન કરી મદદ માટે બોલાવી.
મહિલા હેલ્પલાઇનની ટીમ વકીલના ઘરે પહોંચી અને તેમની ફરિયાદને સાંભળ્યા બાદ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. મહિલા હેલ્પલાઇને વકીલને ઇમાનદારીથી કેસ લડવાની સલાહ આપી.