Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રીય, મેઘ તાંડવનો સામનો કરવા તૈયારી શરૂ, જાણો શું છે આગાહી

valsad rain
, ગુરુવાર, 30 જૂન 2022 (11:46 IST)
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ૫ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧ જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને ૧ જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. ૩૦ જૂનથી ૩ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચદિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 
 
હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રની નવી સરકારનુ સ્વરૂપ, દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે CM! જાણો કોણ કોણ બનશે મંત્રી