બનાસકાંઠામાં અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સામાચાર સામે આવ્યા છે. જેમાં અનાજની બોરી ભરી જઇ રહેલું જીપડાલુ પલટી મારી જતા તેમાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળ પર મોત થયું છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ-વાવ હાઇવે રોડ પરથી પસાર થતા અનાજ ભરેલા એક જીપડાલાનું અચાનક ટાયર ફાટતા ગાડી પલટી ગઇ હતી. આ ઘટનામાં જીપડાલામાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની ઘટનાને લઇને થરાદ-વાવ હાઇવે પર લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. જને લઇને ઘટના સ્થળ પર પોલીસે પહોંચી ટોળાને દૂર કર્યું હતું.
ટોળાને દૂર કર્યા બાદ પોલીસે 108ની મદદથી મૃતકની લાશ પીએમ અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી મૃતક કોણ છે અને ક્યાંનો છે તે સહિતની માહિતી પ્રાપ્ત કરવા વધુ તપાસ હાથ ધરી છે.