baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધી મેળામાં જતા વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટ્યો, 27 ઘાયલ

સુરતના કામરેજના ઓરના ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો અચાનક પલટી
, ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (11:33 IST)
સુરતના કામરેજના ઓરના ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો અચાનક પલટી ખાઇ જતાં 27 જેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી. આ ટેમ્પામાં 55 જેટલા વિદ્યાર્થીઓ સવાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા. ડ્રાઇવરે અચાકન કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો.આ અકસ્માતમાં 27 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લવાયા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે બારડોલીના ભુવાસન બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા.ટેમ્પોમાં 55 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા જે પૈકી 27ને ઇજાઓ પહોંચી હતી. સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી.ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સુરતના કામરેજના ઓરના ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો અચાનક પલટી
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંસદમાં પીએમ મોદીએ રાહુલ પર સાધ્યુ નિશાન, પહેલીવાર મને ગળે ભેટવામાં અને ગળે પડવામાં અંતર ખબર પડી...