Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અરબપતિએ કર્યો હતો 4 હજાર મહિલાઓ સાથે સૂવાનો દાવો, અંતિમ પત્નીએ આપ્યુ ઝેર

અરબપતિએ કર્યો હતો 4 હજાર મહિલાઓ સાથે સૂવાનો દાવો, અંતિમ પત્નીએ આપ્યુ ઝેર
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (22:14 IST)
જાપાનના અરબપતિ બિઝનેસમેનની યુવા પત્નીને અરેસ્ટ કરી લેવામાં આવે છે. 25 વર્ષની સુડો પર આરોપ છે કે તેણે પોતાના 77 વર્ષના પતિ ડૉન જુઆનની હત્યા કરી છે. રિપોર્ટ્સ મુજબ મહિલાએ ડૉન જુઆન સાથે લગ્ન કરવાના માત્ર 3 મહિનામાં તેને ઝેર આપીને મારી નાખ્યો હતો. 
 
ડોન જુઆન ઉર્ફે કોસુકે નોજાકી જાપાનના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ માનવામાં આવે છે. નોજાકીનો સ્થાવર મિલકત અને દારૂનો ધંધો હતો. તેનું મૃત્યુ ત્રણ વર્ષ પહેલાં મે મહિનામાં થયું હતું અને તેના શરીરમાંથી ખતરનાક દવાઓ બહાર આવી હતી. તે મૃત્યુ પામ્યા પહેલા તેની પત્ની સાથે હાજર હતો.
 
નોઝાકી સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2016 માં પોતાની આત્મકથા પ્રકાશિત કરી હતી. આ આત્મકથામાં તેણે દાવો કર્યો હતો કે તેણે 4 હજાર મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા છે અને આ મહિલાઓને કરોડો કરોડો રૂપિયા આપ્યા છે. ડોન જુઆન ખુદને સ્પેનિશ પ્લેબોયના રૂપમાં જોતા હતા. 
 
નોઝાકી વાકાયામા તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.  પોલીસે આ કેસની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તેમને ઝેર આપીને મારવામાં આવ્યા છે.  અને આ આત્મહત્યાનો કેસ નથી ... પોલીસે કહ્યું કે નોઝાકી તેની પત્નીના મોત પહેલા તેની સાથે ડિનર કરી રહ્યા હતા.  પોલીસના જણાવ્યા અનુસાર સુડોએ ઇન્ટરનેટ પર ઝેરી દવાઓનુ રિસર્ચ કર્યું હતું ... અને ઝેર તેના પતિને આપ્યુ હતુ. 
 
આ મામલે પોલીસનુ કહેવુ છે કે  હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ મહિલાએ કેમ તેના પતિની હત્યા કરી, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે નોઝાકી પોતાની વસિયતમાં કહ્યું હતું કે તેની 1.3 અબજ યુઆનની પોતાની પ્રોપર્ટીને શહેરના વિકાસ માટે દાનમાં આપવા માંગતા હતા. 
 
નોઝાકીએ તેની આત્મકથામાં લખ્યું હતુ કે તેના પૈસા કમાવવાનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય એ પણ છે કે તે આકર્ષક મહિલાઓને ડેટ કરવા માંગે છે. આ તમને પૈસા કમાવવાનો ખૂબ મોટુ મોટિવેશન હતુ. રિપોર્ટ્સના મુજબ, નોજાકીએ સપોરોની રહેનારી સુડોને પુછ્યુ હતુ કે શુ તે તેની જીંદગીની અંતિમ મહિલા બનવુ પસંદ કરશે  ? 
 
સ્થાનિક મીડિયા મુજબ સૂડોએ આ સંબંધ માટે હા પાડી હતી પણ તેણે આ વાત પોતાના ઘરમાં નહોતી બતાવી તેણે પોતાના ઘરના લોકોથી નોજાકીની સાથે પોતાના સંબંધો છિપાવી રાખ્યા હતા અને તે પોતાના પરિજનોને કહેતી હતી કે તે સ્ટૉક ટ્રેડિંગની મદદથી સારા પૈસા કમાવી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાને કેસમાં સતત ત્રીજા દિવસે 14 હજારને પાર, 173 લોકોના મોત