Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં નશામાં ચકચૂર પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો, ગાડીમાંથી દારૂની બોટલો ઝડપાઈ

A drunken policeman caused an accident in Ahmedabad
, મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (12:27 IST)
A drunken policeman caused an accident in Ahmedabad


- પોલીસ હેડ કોન્સ્ટેબલએ અકસ્માત સર્જ્યો 
-  પોલીસ જવાનની કારમાંથી દારૂની બોટલ પણ મળી
- નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી

 
અમદાવાદ શહેરમાં પૂર ઝડપે કાર ચલાવી પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો. એટલું જ નહી પોલીસ જવાનની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.શહેરમાં નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો.
webdunia
A drunken policeman caused an accident in Ahmedabad

ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ દાદાગીરી પણ કરતો હોવાનું  સ્થાનિકો કહી રહ્યા છે. દારૂની બોટલ સાથે ઝડપાયા બાદ પણ પોલીસકર્મી રોફ જમાવતો હતો. લોકોને તેણે ધમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. અનિરૂદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCRમાં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાયો, જાણો ગુજરાતનું હવામાન