5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત - સુરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 5 વર્ષીયા બળકીને ગમછાનો ફાંસો લાગવાથી મોત નિપજ્યુ છે.
શું છે સમગ્ર મામલો
સૂરતમાં મનોજભાઈની 5 વર્ષીય દીકરી રમતા-રમતા ગમછાથી ગળેફાંસો લાગતા મોત થઈ ગઈ. 21મી જુલાઈએ મનોજભાઈ શાક લેવા બજારા ગયા હતા. ઘરે તેમની દીકરી એસ્પીતા બારી રમતી હતી અને રસોડામાં તેમની મમ્મી રસોઈ બનાવી રહી છે. મોબાઈલમાં નેટવર્ક ના આવવાના કારણે અસ્પીતા બારી પાસે રમી રહી હતી અને બારીમાં સુકવવા નાંખેલો ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો.
મનોજભાઈએ જણાવ્યુ કે એસ્પીતા મારી એકની એક દીકરી હતી. ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. મમ્મીએ જ્યારે એસ્પીતાને બૂમ પાડી તો તેને જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી. એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા જોઈ તેને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.
5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત