Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વમાં કદાચ સૌ પ્રથમ કિસ્સો: 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં, એક જ પરિવારના 7 સભ્યોએ કરાવી સર્જરી

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (18:50 IST)
ભાવનગરના એક પરિવારના 7 સભ્યોએ 19 માર્ચે ન્યુરો 1 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. આ પરિવાર જીનેટીક પરિબળોના કારણે તથા જીવનશૈલી લગતા મુદ્દાઓના કારણે મેદસ્વીતાનો ભોગ બન્યું હતું. આ ગાળામાં, આ પરિવારના 7 સભ્યો ઉપરાંત અન્ય 4 સભ્યોના પણ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ જ પરિવારના અન્ય 4 સભ્યોએ ગયા મહિને આ હોસ્પિટલમાં સમાન પ્રકારની સર્જરી કરાવી હતી.
 
એશિયન બેરિયાટ્રીક્સના ચીફ બેરિયાટ્રીક સર્જન ડો. મહેન્દ્ર નારવરિયા જણાવે છે કે “એક જ પરિવારના 7 સભ્યોએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેવું અગાઉ સાંભળવા મળ્યું નથી અને દુનિયાનો કદાચ આ પ્રકારનો પ્રથમ કેસ હોય તેવું શક્ય છે.”
 
જવલ્લે જ જોવા મળે તેવી આ સિધ્ધિ ડો. નારવરિયાએ કોરોના મહામારી દરમ્યાન વિકસાવેલી નવી ટેકનિકના કારણે શક્ય બની છે. આ પધ્ધતિમાં ઝડપી રિકવરીની સાથે સાથે પેઈનલેસ સર્જરી થાય છે અને દર્દી ઝડપથી હરતો-ફરતો અને ખોરાક લેતો થઈ શકે છે તથા દર્દીને ઝડપી ડિસ્ચાર્જ કરી શકાય છે.
 
આ ટેકનિકથી સર્જરી 30 થી 45 મિનિટમાં જ પૂર્ણ કરી શકાય છે. અગાઉ આ પ્રકારની સર્જરીમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો. અગાઉ દર્દી થોડાક કલાકો પછી ચાલતો થઈ જતો હતો તેના બદલે હવે દર્દી બે કલાકમાં જ ચાલતો થઈ જાય છે. અગાઉ દર્દી બે દિવસ પછી ખોરાક લઈ શકતો હતો તેની તુલનામાં હવે સર્જરી પછી દર્દી 4 કલાકમાં ખોરાક લઈ શકે છે. 24 કલાકમાં દર્દીને રજા આપી દેવાય છે.
 
ડો. નારવરિયાએ વધુમાં જણાવ્યું હતું કે “અગાઉ દર્દીને દાખલ કરવાથી માંડીને રજા આપવા સુધીમાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગતો હતો, પરંતુ નવી વિકસાવાયેલી ટેકનિકના કારણે સર્જીકલ સ્ટેપ્સ મોડીફાય કરાતાં દર્દીની સલામતી અંગે કોઈપણ પ્રકારના સમાધાન વગર અમે એ જ દિવસે દર્દીને રજા આપી શકીએ છીએ. છેલ્લા એક વર્ષમાં અમે આ પ્રકારની આશરે 100 સર્જરી કરી છે.”
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “દર્દીનું હોસ્પિટલ ખાતેનું રોકાણ ટૂંકાવીને અમે દર્દીને કોવિડ-19નો ચેપ લાગવાની સંભાવના ઓછામાં ઓછી કરી દીધી છે. આ ઉપરાંત મેદસ્વી લોકોને કોવિડ સંબંધિત કો-મોર્બિડીટીની સંભાવના વધુ હોવાથી તેમના માટે મેદસ્વીતા વધુ જોખમી બની શકે છે. અમે એવું પણ અવલોકન કર્યું છે કે જે દર્દીઓએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેમને કોવિડના કોમ્પલીકેશન્સની શક્યતાઓ ઘટી જાય છે.”
 
ગયા સપ્તાહે આ 7 દર્દીઓને સર્જરી કરાવ્યા પછી તેમના વજનમાં 3 થી 6 કીલોનો ઘટાડો નોંધાયો છે. આ દર્દીઓમાંથી 5 દર્દી ડાયાબિટીસથી પિડાતા હતા, પણ અમે બેરિયાટ્રીક સર્જરીથી તેમને સાજા કર્યા છે. આમાંના બે દર્દી  ફેટી  લીવર સાથે સંકળાયેલા સિરોસીસ ઓફ લીવરથી પિડાતા હતા.
 
સર્જરી કરાવ્યા પછી ફોલોઅપ ચેક-અપ માટે હોસ્પિટલની મુલાકાતે આવેલા આ પરિવારના 7 સભ્યોએ જણાવ્યું હતું કે સર્જરી પછી તે પોતાની જાતને વધુ બહેતર અને તંદુરસ્ત અનુભવી રહ્યા છે. તાજેતરમાં સર્જરી કરાવ્યા પછી તેમને કોઈ આડઅસર જણાઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments