વડોદરા શહેરમાં આવેલા સમા તળાવ કિનારે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગત 14મી ઓગષ્ટના રોજ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજ અવાર નવાર ફાટી જવાના કારણે વારંવાર ઉતારવો પડે છે. એટલું જ નહીં પણ ફાટી ગયેલા ધ્વજને રિપેર માટે મુંબઈ મોકલવો પડે છે. આવા સંજોગોમાં હજી લોકાર્પણ થયે બે મહિના પણ નથી થયા ત્યાં પાંચમી વખત ધ્વજ ફાટી જતાં ફરીથી ઉતારવાની તંત્રને ફરજ પડી હતી. ધ્વજ ફાટી જવાનું કારણ શોધવા તંત્ર મથમણ કરી રહ્યું છે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરને નવી ઓળખ અપાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રાષ્ટ્રધ્વજના લોકાર્પણના બે મહિના પણ નથી થયા છતાં પાંચ વખત ધ્વજ ફાટી જતાં પાલિકા તંત્ર મુંઝવણમાં મુકાયું છે.