Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો જથ્થો, UAEમાં ઘડાયું હતું ષડયંત્ર

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો જથ્થો, UAEમાં ઘડાયું હતું ષડયંત્ર
, સોમવાર, 15 નવેમ્બર 2021 (12:33 IST)
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ.નું 600 કરોડ રૂપિયાનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને UAE કનેક્શન સહિતની સિલસિલેવાર વિગતો જાહેર કરી હતી. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું.

આ મામલે રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે. તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી. પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.ફરાર આરોપી ઈસા રાવ અને મુખ્તાર હુસેન કાકા ભત્રીજા આરોપી મુખ્યત્યાર પાકિસ્તાન મરીન સિક્યોરિટીના હાથે અગાઉ ઝડપાઇ ચૂક્યો હતો પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઈ કારણોસર ડિલિવરી ગુજરાતમાં કરી હતી. આરોપી ગુલાબ તથા જબ્બાર અવાર નવાર દુબાઈ જતા હોવાથી ત્યાનાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની પોલીસે સંભાવનાઓ વ્યક્ત કરી છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.આરોપી ગુલામ ભાગડ તાજેતરમા સલાયા ખાતે મહોર્રમ તાજિયા વખતે થયેલા રાયોટિંગના ગુનામાં પકડાયો હતો.મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો. તેમજ 2020માં જ્યારે જબ્બારે તેની બોટ કરાચી પાકિસ્તાન ખાતે એન્જિન ખરાબીના કારણે ડોક કરેલી હતી. ત્યારે પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરીટી એજન્સી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની ત્રણ દિવસ સુધી ખુફિયા એજન્સી આઈ.એસ.આઈ તથા પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Lockdown- દિલ્હી સરકાર લોકડાઉન લગાવા તૈયાર