Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં 58 અરબપતિ, ધનકુબેરોની લિસ્ટમા મળ્યુ ચોથુ સ્થાન

ગુજરાતમાં 58 અરબપતિ, ધનકુબેરોની લિસ્ટમા મળ્યુ ચોથુ સ્થાન
અમદાવાદ , શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (16:56 IST)
. ઉદ્યમિતાની ભાવના અને મજબૂત ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવનારા ગુજરાતમાં 58 લોકો એવા છે જેમની પાસે 1000 કરોડથી વધુની સંપત્તિ છે. વાર્કલેન હરુન ઈંડિયા રિચ લિસ્ટ 2018ના મુજબ આ અરબપતિ ગુજરાતીઓની સંચિત કરવામાં આવેલી સંપત્તિ 2.54 લાખ કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. 
 
આ બધા શ્રીમંત લોકો સાથે  જ ગુજરાતના અરબપતિઓની લિસ્ટમાં ચોથા નંબર પર છે. મહારાષ્ટ્ર 272 લોકો સાથે આ લિસ્ટમાં ટૉપ પર છે. બીજા નંબર પર દિલ્હી છે. જ્યા 163 અરબપતિ છે. કર્ણાટકમાં 72 અરબપતિ છે. ભારતના 831 એવા વ્યક્તિ છે જેમની એકલાની સંપત્તિ 1000 કરોડથી વધુ છે. 
 
- ગુજરાતમાં સૌથી વધુ શ્રીમંત અડાની ગ્રુપના ચેયરમેન ગૌતમ અડાની છે. તેમની વ્યક્તિગત સંપત્તિ 71200 કરોડ રૂપિયા છે. ભારતના શ્રીમંતોની લિસ્ટમાં ગૌતમ અડાનીનુ નામ આઠમાં નંબર પર છે. ગુજરાતના જાયસ ગ્રુપના પંકજ પટેલની સંપત્તિ 32100  કરોડ એઆઈએ એંજિનિયરિંગના ભદરેશ શાહની સંપત્તિ 9700 કરોડ કરસનભાઈ પટેલની 9600 કરોડ અને ટોરેંટ ગ્રુપના પ્રમોટર્સ સમીર અને સુધાર મહેતાની સંપત્તિ 8300 કરોડ છે. 
 
અમદાવાદમાં 84 ટકા અરબપતિ(49) છે. રાજકોટમાં 5 ટકા, સૂરતમાં 3 અને વડોદરામાં 1 ટકા અરબપતિ છે.  બાર્કલેજની પ્રાઈવેટ બેંકમાં અધિકારી સત્ય નારાયણ બંસલે જણાવ્યુ કે રસપ્રદ વાત તો એ છે કે ગુજરાતના અરબપતિઓની લિસ્ટમાં 10 મહિલાઓ પણ છે.  આ મહિલાઓ નિરમા ગ્રુપ, ટોરંટ ગ્રુપ અને ઈંસ્ટાસ ફાર્મા ગ્રુપની છે. 
 
 
રિપોર્ટનુ માનીએ તો કુલ અરબપતિઓની લિસ્ટમાં 28 અરબપતિ એવા છે જેમણે પોતાની મહેનતથી ધન કમાવ્યુ છે. જ્યારે કે 17ને તેમની પૈતૃક સંપત્તિ મળી છે. આ લિસ્ટ 31 જુલાઈ 2018 સુધી ભારતમાં રહેતા શ્રીમંતોની સંપત્તિના આધાર પર તૈયાર કરવામાં આવી. ભારતના આ સૌથી શ્રીમંત 831 લોકોમાં મુકેશ અંબાણી સતત સાતમી વાર ટૉપ પર છે. તેમની સંપત્તિ 3.71 લાખ કરોડ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીનો ઘંટ ગાંધીનગરમાં વાગ્યો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યા CBI કચેરીએ દેખાવો