Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુન્દ્રા પોર્ટ પાસે 500 કરોડનું 52 કિલો કોકેઇન પકડાયું

Webdunia
શુક્રવાર, 27 મે 2022 (09:30 IST)
કચ્છના મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા અને સીડબ્લ્યુસીમાં રાખેલા ઈરાનના કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ ‘ઓપરેશન નમકીન’ લોન્ચ કરીને ત્રણ દિવસ સુધી એક હજાર બેગની તપાસ ચલાવી હતી. જેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 500 કરોડની કિંમતનું 52 કિલો કોકેઈન પકડાયું હતું.ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઇ)ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઈરાનથી મીઠું હોવાની જાહેરાત કરીને આવી રહેલા એક કન્સાઈમેન્ટમાં નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી.

જે આધારે ઓપરેશન શરૂ કરીને ડીઆરઆઈની ટીમે આવેલા કન્ટેનરની સીડબ્લ્યુસીમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી 1 હજાર બેગની તપાસ દરમ્યાન કેટલાક બેગમાંથી અલગ પ્રકારની ગંધથી તેને અલગ તારવીને સેમ્પલિંગ કરીને ફોરન્સિક તપાસ કરાઈ હતી. જેના રિપોર્ટમાં આ જથ્થો કોકેઇનનો હોવાનું સ્પષ્ટ થયું હતું.કાર્ગોને એનડીપીએસ એક્ટ, 1985 તળે સીઝ કરીને આયાતકાર સહિતના સંલગ્ન લોકોની તપાસ અને પુછપરછનો દોર હાથ ધર્યો હતો. ગત વર્ષે મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા 21 હજાર કરોડની કિંમતનું ત્રણ ટન હેરોઈન ઝડપાયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments