Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

૬૦ કિલો પોષડોડા અને પ૦૦ ગ્રામ ચરસ ઝડપાયું, પોલીસ ડ્રાઇવમાં ૩ દિવસમાં ૧૬૭ નશેડી ઝડપાયા

૬૦ કિલો પોષડોડા અને પ૦૦ ગ્રામ ચરસ ઝડપાયું, પોલીસ ડ્રાઇવમાં ૩ દિવસમાં ૧૬૭ નશેડી ઝડપાયા
, ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (15:25 IST)
નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે બુટલેગરો અને ડ્રગ્સના પેડલરો સક્રિય બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં પકડાઇ રહ્યો છે. પોલીસ સતત વોચ રહી રહી છે. શહેર પોલીસ તંત્રે નશીલા પદાર્થોનો વેપલો કરતા શખ્શો સામે લાલ આંખ કરી છે અને તેમની કમર તોડવા સઘન કાર્યવાહી કરતાં કેટલાંયે પેડલરોને જેલભેગાં કર્યા છે.
 
શહેર ક્રાઈમબ્રાંચ તથા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ બે અલગ અલગ બનાવોમાં પ૦૦ ગ્રામ ચરસ તથા પ૯ કિલો પોષડોડાનો જથ્થો ઝડપી લીધો છે પોષડોડાનો આરોપી કરીયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર ધંધો કરતો હતો. શહેર એસઓજીની ટીમો નશીલા પદાર્થો વેચતા શખ્શોની શોધમાં હતી ત્યારે પીઆઈની ટીમના પીએસઆઈ બાંગાને નરોડામાં એક શખ્શ ગેરકાયદેસર રીતે પોષડોડાનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે આવેલી મોહનનગર સોસાયટીમાં વિહતકૃપા જનરલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડયો હતો.
 
દુકાનદાર રાકેશ કેશવલાલ મોદીને પકડીને દુકાનની તપાસ કરતા તેમાંથી પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે નજીકમાં જ મફતનગરની ચાલીમાં જ આવેલા તેના મકાનમાં પણ તપાસ કરતા ત્યાંથી પણ પોષડોડાના ટુકડા અને પાવડરનો કુલ પ૯ કિલો જથ્થો મળ્યો હતો જેની કિંમત રૂપિયા ૧,૭૬,૮પ૦ થાય છે. તપાસ દરમિયાન અન્ય વસ્તુઓ પણ મળી આવતા કુલ ર.૪૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાકેશ વિરુધ્ધ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
 
પોષડોડા રાજસ્થાનથી મંગાવતો
રાકેશની પ્રાથમિક તપાસમાં અગાઉ તે પોષડોડા વેચવાનું લાયસન્સ ધરાવતો હતો. જાેકે સરકારે વર્ષ ર૦૧૬માં લાયસન્સ બંધ કર્યા હતા તેમ છતાં રાકેશ ગેરકાયદેસર રીતે રાજસ્થાનથી અજાણી વ્યક્તિ દ્વારા પોષડોડા મંગાવીને વેચતો હતો.
 
બીજી બરફ ક્રાઈમબ્રાંચના પીઆઈની ટીમને મેમનગરમાં કેટલાંક શખ્શો ચરસના જથ્થા સાથે હોવાની બાતમી મળી છે જેને આધારે મેમનગર ખાતે ડીનરવેલની ગલીમાં આવેલા રૂષીકેશ એપાર્ટમેન્ટ નજીકથી એક મહેસાણાનો સહીત કુલ છ શખ્શોને ઝડપી લીધા હતા જેમાં મેહુલ રાવલ (રણાસણ, મહેસાણા), કૃણાલ પટેલ (અસારવા), અર્જુન ઝાલા (અસારવા), બ્રિજેશ પટેલ (સોલા), હર્ષ શાહ (મેમનગર) તથા અખિલ ભાવસાર (નારણપુરા) સામેલ છે. ક્રાઈમબ્રાંચને તેમના કબ્જામાંથી પ૦ હજાર રૂપિયાની કિંમતનું પ૦૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું ઉપરાંત બે કાર, પ૮ હજારની રોકડ, ૬ મોબાઈલ ફોન સહીત કુલ ૧૧.૭૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
 
રાધનપુરથી ચરસ લાવ્યા
આરોપીઓની પુછપરછ કરતા છ માંથી મેહુલ, કૃણાલ, અર્જુન તથા બ્રિજેશ રાધનપુર તરફથી લાવ્યા હતા અને હર્ષ તથા અખિલને આપવાના હતા. હર્ષ તથા અખિલ એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ અલગ ગ્રાહકોને આપતા હતાં. આ તમામ આરોપીઓ નશાની ટેવ ધરાવતા હતા અને બાદમાં વેચાણ પણ ચાલુ કર્યુ હતું છ માંથી એક આરોપીની પત્ની સિવિલ હોસ્પીટલમાં કર્મચારી છે.
 
પોલીસે શરૂ કરી ડ્રાઇવ
 પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને નશો કરીને રખડતા લોકોને ઝડપી લેવા માટે ડ્રાઈવ શરુ કરી છે. જેમાં અમદાવાદ પોલીસે ૩ દિવસની અંદર નોંધાયેલા કુલ કેસમાં ૫૩% કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ત્રણ જ દિવસમાં દારુનો નશો કરીને વાહન ચલાવતા ૧૬૯ લોકો સામે કાર્યવાહી કરી છે. આ ૧૬૯માંથી ૫૩% લોકો પશ્ચિમ અમદાવાદ ઝડપાયા છે. શનિવારે પહેલા દિવસે ૩૪ લોકો પકડાયા હતા જેમાં ૩૪ દારુ પીને વાહન હંકારી રહ્યા હતા, જ્યારે રવિવારે ૪૯ અને સોમવારે ૮૬ લોકો પકડાયા હતા. નવા વર્ષની પૂર્વ સંધ્યામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધી જતા હોય છે તેના પર પણ નજર રાખવામાં આવશે. શી ટીમો આ દરમિયાન કાર્યરત રહેશે અને ગુનો કરનારી મહિલાઓ સામે કાર્યવાહી કરશે.
 
૧૬૯ કેસમાંથી ૫૭ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના ટ્રાફિક પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે, જ્યારે ૧૧૨ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવ્યા છે. ૧૧૨માંથી સૌથી વધારે ૨૬ કેસ ઝોન-૬ પોલીસ દ્વારા નોંધાયા છે, જેમાં ઈસનપુર, વટવા, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન આવે છે. જ્યારે ૨૩ કેસ ઝોન-૨માં નોંધાયા છે જેમાં ચાંદખેડા, માધવપુર, રાણીપ, સાબરમતી, કારંજ અને શાહપુરનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vodafone-Idea એ આપ્યો જોરદાર ઝટકો, અચાનક બંધ કર્યા 3 સસ્તા Plans, જાણીને યુઝર્સ બોલ્યા - આવુ ન કરશો પ્લીઝ