Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં દર કલાકે 3 લોકોના મોત, 8 મોટા શહેરોમાંથી 60 ટકા કેસ

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (11:04 IST)
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાનક છે એ તો અહીંની હોસ્પિટલો અને સ્મશાનોમાં ચાલી રહેલા વેઇટિંગ લીસ્ટ પરથી સમજી શકાય. દર મિનિટે ચારથી વધુ કેસ સામે આવી રહ્ય છે અને કલાકે 3 લોકો જીવ ગુમાવી રહ્યા છે. સરકાર અને તંત્ર માટે આ ફક્ત આંકડા હોઇ શકે છે પરંતુ ગુજરાતમાં દર કલાકે કોઇને કોઇ પોતાના સ્વજનને ગુમાવે છે. ઓક્સિજન ન મળતાં દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ન મળતાં દર્દીઓ એંબુલન્સમાં જ સારવાર લઇ રહ્યા છે અને સ્મશાનમાં અગ્નિદાહ માટે લાઇનો લાગી છે. 
 
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. ગત 24 કલાકમાં 6,690 નવા દર્દીઓ નોંધાયા હતા અને 69 લોકોના રેકોર્ડ મોત થયા હતા. અમદાવાદમાં ફરી એકવાર સૌથી વધુ અસર જોવા મળી રહી છે જ્યાં 2,251 નવા કેસ નોંધાયા હત, સુરતમાં લગભગ એક હજારથી વધુ કેસ એટલે કે 1,264 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં એક દિવસમાં સૌથી વધુ કેસ 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 3,60, 206 સુધી પહોંચી ગયો છે. 
 
સરકારી રિલીઝ અનુસાર રાજકોટમં એક દિવસમાં 529 કેસ સામે આવ્યા હતા, ત્યારે વડોદરામાં 247, જામનગરમાં 187, મહેસાણા અને સુરતમાં 177, બનાસકાંઠા 137 કેસ નોંધાયા હતા.  ડાંગ અને છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તાર કોવિડ મુક્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે જ્યાં ફક્ત 3 અને 6 કેસ મળી આવ્યા છે. જ્યારે પોરબંદરમાં 8 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3 ડિજિટમાં છે, જ્યાએ 27 જિલ્લામાં 2 આંકડામાં કોરોનાના કેસ છે. 
 
અમદાવાદમાં RTPCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ કરાઈ છે. આજે સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડ ખાતે RTPCR ટેસ્ટ ડ્રાઈવ શરા કરવામાં આવનાર છે. AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરાશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ RTPCR ટેસ્ટ કરાવી શકાશે. એટલુ જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સઅપથી મળી શકશે.
 
એએમસીના અનુસાર કોવિડ હોપ્સિટલોમાં 20 ટકા બેડ દર્દીઓ માટે રિઝર્વ કરવા પડશે. એએમસીએ 140 ખાનગી હોસ્પિટલો તૈયાર કરી છે અને કોવિડ હોપ્સિટલ તથા એએમસી દર્દીઓની સારવારની ચૂકવણી કરશે. એએમસીએ હોસ્પિટલોને ચેતાવણી આપતાં કહ્યું છે કે જો 20 ટકા બેડ કોવિડ સારવાર માટે રિઝર્વ કરવામાં નહી આવ્યા તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલ વિરૂદ્ધ મહામારી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.  
 
એએમસીના સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે એક ઘોડાસરમાં એક પ્રાઇવેટ લેબને બનાવટી આરટી-પીસીઆર રિપોર્ટ આપતાં સીલ કરવામાં આવી. આ લેબ સરકાર દ્વારા ટેસ્ટ માટે પ્રમાણીત કરવામાં આવી અને બીજી લેબના નામે બનાવટી સર્ટિફિકેટ આપી રહી હતી. 
 
સીએમ વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે 6 0ટકા કેસ 8 શહેરોમાંથી આવી રહ્યા છે. દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે અને ઇંફ્રાસ્ટ્રક્ચર સુવિધા પાર દબાણ પડી રહ્યું છે. સરકાર ગત 15 દિવસથી દિવસ રાત કામ કરી રહી છે. હવે કોર્પોરેટરોને આગળ આવીને સમાજ માટે સેવા ઉપલબ્ધ કરાવવા માટે મદદ કરવી જોઇએ. 
 
સરકારે ઘણી હોસ્પિટલોમાં કુલ 18000 વધારાના બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જે લોકોનું ઓક્સિજન લેવલ 94થી ઉપર છે તેમને ઘરે જ આઇસોલેટ રહેવું જોઇએ. ઓક્સિજન માટે ડિમાન્ડ બમણી થઇ ગઇ છે. પહેલાં અહીં માંગ 250 ટન હતી અને હવે 600 ટનથી વધુ છે. 
 
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન નાની વયના લોકોનો પણ જીવ લઈ રહ્યો છે. આ બીજી લહેરમાં સૌથી વધુ લોકોના ઓક્સિજન લેવલ ડાઉન થવાની ફરિયાદો સામે આવી છે. ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments