Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બ્રિટિશ PM નો રોડ શો Live -વડાપ્રધાન જોન્સન બે દિવસની મુલાકાતે ગુરુવારે સીધા અમદાવાદ પહોંચશે અને 22મીએ દિલ્હીમાં મોદી સાથે બેઠક કરશે

બ્રિટિશ PM નો રોડ શો Live   -વડાપ્રધાન જોન્સન બે દિવસની મુલાકાતે ગુરુવારે સીધા અમદાવાદ પહોંચશે અને 22મીએ દિલ્હીમાં મોદી સાથે બેઠક કરશે
, ગુરુવાર, 21 એપ્રિલ 2022 (09:58 IST)
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે અમદાવાદથી તેમની ભારત યાત્રાની શરૂઆત કરશે. બોરિસ જ્હોન્સને સવારે 8.20એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધી આશ્રમ જશે, તેમના અભિવાદન માટે યોજાનારા રોડ શો માટે એએમટીએસની 200 બસ મુકાઈ છે. મ્યુનિ.ના તમામ વિભાગને 10-10 હજાર લોકોને લાવવા સૂચના અપાઈ છે. અમદાવાદની મુલાકાતે આવી રહેલા બ્રિટનના વડાપ્રધાનના રોડ શો માટે 200 વધારે એએમટીએસની બસો લોકોના લાવવા માટે મુકાઈ છે. ત્યારે શહેરમાં તમામ રૂટમાં 25 ટકાસ બસોનો કાપ મુકાતા પેસેન્જરોને મુશ્કેલી પડશે.

12:34 PM, 21st Apr
બ્રિટેનના પ્રધાનમંત્રે બોરિસ જોંસન તેમના ભારત યાત્રાના દરમિયાન ઘણા વેપાર વ્યાપારી કરારોની જહેરાત કરશે અને દ્વિપક્ષી વેપાર અને નિવેશ સંબંધમાં એક નવા યુગની શરૂઆત કરશે. 

12:31 PM, 21st Apr

બ્રિટિશ પીએમએ સાબરમતી આશ્રમમાં ચલાવ્યો ચરખો 

 

09:56 AM, 21st Apr
webdunia

બ્રિટિશ પીએમનો કાર્યક્રમ
જોન્સન શહેરમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. તેમજ જેસીબી વડોદરા શહેર નજીક હાલોલ ખાતે કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તેઓ રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિ સાથે પણ બેઠક કરવાના છે.
webdunia

 


09:51 AM, 21st Apr
webdunia

09:31 AM, 21st Apr
webdunia

જોનસન યુક્રેનને લઈને ભારત પર દબાણ નહીં કરે
વડાપ્રધાન જોન્સન બે દિવસની મુલાકાતે ગુરુવારે સીધા અમદાવાદ પહોંચશે અને 22મીએ દિલ્હીમાં મોદી સાથે બેઠક કરશે. આ મુલાકાત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે વાતચીત દરમિયાન રુસો-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થશે. તેનું કારણ એ છે કે વર્તમાન સમયે આ એક મહત્વપૂર્ણ ઘટના છે જે સમગ્ર વિશ્વને અસર કરી રહી છે. જ્હોન્સનની મુલાકાત રુસો-યુક્રેન યુદ્ધના પગલે થઈ રહી નથી, પરંતુ તે પહેલાથી જ બાકી હતી. ભૂતકાળમાં આ પ્રવાસ બે વખત રદ કરવામાં આવ્યો હતો. તેથી તે પ્રવાસનો મુખ્ય મુદ્દો નથી.
webdunia


09:29 AM, 21st Apr
webdunia

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત મુલાકાતના ભાગરૂપે આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. શહેરના એરપોર્ટથી હોટલ સુધીના ચાર કિલોમીટરના રૂટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

09:07 AM, 21st Apr
webdunia

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન બીજીયુની મુલાકાત લેશે

09:03 AM, 21st Apr
webdunia

  • બોરિસ જોનસન હોટલ હયાત રેજન્સી પહોંચ્યા
webdunia
  • એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 15 મિનિટનો રોડ શો યોજાયો

08:25 AM, 21st Apr
એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાશે

- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન બીજીયુની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે; જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Update- ભારતમાં કોરોના વાઇરસના નવા કેસમાં ફરી વધારો જોવા મળ્યો