Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજથી 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ, ગાઈડલાઈનનો ભંગ કરનારને થશે દંડ

ગુજરાતના પોલીસ વડા સહિત 1500 પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં

આજથી 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ, ગાઈડલાઈનનો ભંગ કરનારને થશે દંડ
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (19:15 IST)
ગુજરાતમાં રોજ રોજ વધી રહેલા કોરોનાના સંક્રમણમાં હવે પોલીસ પણ બાકાત રહી નથી પોલીસ બેડામાં હાલ સમગ્ર ગુજરાતમાં પંદરસો જેટલા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે સતત વધી રહેલા કોરોના કેસના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેની સાથે હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયાએ આજે સમગ્ર રાજ્યની પોલીસને માસ્ક અને ગાઈડલાઈનના નિયમોનું કડક પાલન કરવા માટે સુચના આપી દીધી છે.

ગઈ કાલે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક બાદ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગાવાઈ હતી. લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન મામલે DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના કેસ વધતાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવા આદેશ આપી દીધા હોવાની વાત કરી છે.
 
તેની સાથે દરેક જિલ્લા એસપી અને શહેરોના પોલીસ કમિશનરને વધુમાં વધુ માસ્ક સંબંધિત કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આગામી દિવસોમાં હજી કોરોનાના કેસ વધે નહીં તે માટે સરકારના પગલાંને પોલીસ દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ હવે ફરી એક વખત ફ્રન્ટલાઈનર્સની ભૂમિકામાં આવી ગઈ છે.
 
રાજ્યના પોલીસ વડા સહિત અને પોલીસ જવાનો કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છે જે આંકડો પંદરસો પાર કરી ગયો છે. અમદાવાદ શહેરમાં પણ અંદાજે પોલીસ વિભાગમાં 30 ટકા જેટલો પોઝિટિવિટી રેટ આવતા હાલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં પોલીસની મીટિંગ દરમિયાન હાજર અધિકારીઓ સંક્રમિત થયા બાદ ઉચ્ચ અધિકારીઓને રહી રહીને ડહાપણ આવ્યું છે જેથી હવે અમદાવાદ શહેરના અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગનો સહારો લેવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી મંદિર હવે 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ, કોરોના કેસ વધતા ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય