Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13.5 ઈંચ વરસાદથી વડોદરા જળબંબાકાર જેવી સ્થિતિ, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

gujarat rain
, ગુરુવાર, 25 જુલાઈ 2024 (12:43 IST)
gujarat rain
ગુજરાતમાં સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માઝા મુકી છે. ત્યારે હવે મધ્ય ગુજરાતનો વારો આવ્યો છે. સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયા હતાં. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે.
webdunia
gujarat rain

ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. અકોટા ગામ દેવનગર ઝુપડપટ્ટીની અંદરથી 20 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જીઆઇડીસી ફાયર સ્ટેશન ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.આકોટા ગામની ઝુપડપટ્ટીના 50 મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયું અને ગાંધી ચોકના કુલ 50 મકાનો પાણીમાં ડૂબ્યા છે. લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં મગરો બહાર નિકળી રહ્યા છે. ફતેગંજ નરહરિ હોસ્પિટલ બહાર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. રાત્રે 2 વાગે રોડ પર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. ​​​​​​​મગરને જોઈ લોકોમાં ભય ફેલાયો છે. મગરનું રેસ્ક્યૂ કરી ફરી નદીમાં છોડાયો હતો. બીજી તરફ સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યું છે. જેથી મીઠીખાડી સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઈન્દીરા આવાસ, ક્રાંતિ નગર, રાવ નગર, રતનજી નગર, કમરુ નગર, ગરીબ નવાઝ નગર, ઓમ નગરમાં પાણી ભરાયેલા છે.સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીપૂર આવી ગયું છે. ભેદવાડ ખાડી ગત રોજ બપોરે ઓવરફ્લો થઈ જતા ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી.
webdunia
vadodara rain

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો