Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું
, શનિવાર, 2 માર્ચ 2024 (16:36 IST)
- .માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું 
-  કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું
- કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી


સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા સંબંધીના 12 વર્ષના કિશોરે દાનત બગાડી હતી. કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહીલુહાણ કરી નાખી હતી. જેને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે, બાળકીને તેના કાકા-કાકીએ લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ એમપીના જોળવા ખાતે રહેતા પતિ-પત્ની તેની આઠ વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બાળકીને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. આ ઉપરાંત બાળકીને માર મારતા પણ તેને શરીરે વાગ્યું હતું અને બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી કિશોર પણ ગભરાય ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જહાંગીરપુરા પોલીસે બાળકીના કાકા-કાકીની પોલીસ ફરિયાદને આધારે 12 વર્ષના કિશોરને તાત્કાલિક અટકાયત કરી તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે