Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધન - ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ

Raksha Bandhan 2025

હસ્તી પટેલ

, શુક્રવાર, 8 ઑગસ્ટ 2025 (17:56 IST)
રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ ... ઘણા સમય થી ચાલતો હિંદુ અને જૈન તેહવાર છે. પણ, આજ ના મીડિયા સંચાલિત યુગ માં આની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે. આ પર્વ માત્ર ભાઈ બહેન ના સંબંધ માં મીઠાસ તક નથી રહ્યો પણ જન સંવાદ, બજાર અને સોશિયલ મીડિયા ના ટ્રેન્ડસ નો ઉત્સવ બની ગયો છે. 
 
આજે જ્યારે હર એક ભાવના રીલ કે ટ્રેન્ડ માં બદલી જાય છે એમજ રક્ષાબંધન નો આ પવિત્ર તેહવાર પણ એના શિકાર થી બચ્યો નથી. રક્ષાબંધન હવે મીડિયા અને અર્થવ્યવસ્થા જેના થી બધા તેહવારો જોડાઈ ગયા છે તેમની સાથે આ પણ જોડાઈ ગયો છે.
 
વૈદિક કાળ માં રક્ષા સૂત્ર નો એક આધ્યાત્મિક સંકલ્પ હતો, જે રક્ષા ન વચન સાથે બાંધવામાં આવતો. પુરાણો ના અનુસાર ઇન્દ્રાણી એ ઈન્દ્ર ને રાખડી બાંધી હતી પોતાની રક્ષા માટે. મહાભારતમાં દ્રોપદીએ કૃષ્ણ ને બાંધી હતી અને તેના માટે કૃષ્ણે તેમની ચીર હરણ તાણેં રક્ષા કરી. મુગલ કાળ માં પણ રાણી કર્ણાવતીએ હુમાયુ ને રાખડી મોકલાવી હતી ને આજ પણ બેનો તેમના ભાઈ ને રાખડી બાંધે છે. 
 
મીડીયાએ રક્ષાબંધન ને પારંપરિક ઉત્સવ થી નિકાળી વિમર્શ બનાવ્યો છે. પેહલા જ્યારે દૂરદર્શન પર રાખડી ના પળે કવિતાઓ, ગીતો અને ભાવનાત્મક કહાણીઓ દર્શકો ને જોવા મળતી એ આજે સોશિયલ મીડિયા ની વજહ થી ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યુટ્યુબ પર #રક્ષાબંધન ના ટ્રેન્ડ થી જોવા મળે છે.  આજ ની દુનિયામાં, જ્યાં રિશ્તા રોજ બદલાય છે, ત્યાં મીડીયાએ રક્ષાબંધન ને ભાઈ બહેન તક સિમિત નથી રાખ્યું. હવે રાખડી સૈનિકો ને મોકલવામાં આવે છે, ટ્રાન્સ્ગેન્ડર સમુદાય પણ આમાં ભાગ લે છે અથવા પાલતુ જાનવરો ને પણ રાખડી બાંધવામા આવે છે.  આ બધું સોશિયલ મીડિયા ના લીધે જોવા મળ્યું છે. મીડિયા ની વજહ થી લોકો ની સોચ બદલાઈ છે. 
 
એક તરફ લોકો ની માનસિકતા ખુલે છે તોહ બીજી બાજુ ઉપભોક્તા વધી રહી છે.  જ્યારે રક્ષાબંધન નો તેહવાર આવતો હોય તોહ આપે સર્વે આજુ બાજુ માં પ્રોડક્ટ નો પ્રચાર જોઈએ. જેમકે રાખી વિથ ટાઈટન, કેડબરી સેલિબ્રેશન ફોર સિસ્ટર યા ફિલપકાર્ટ રાખી સેલ. આવું બધું કરવાથી પ્રોડક્ટ તોહ વેચાઈ જાય પણ દેખા દેખી માં જે આર્થિક હાનિ થાય છે એમનો અંદાજો લાગવાનો મુશ્કેલ છે. આજ ખાલી રાખડી ની વાત કરી તોહ ૧૦ રૂપિયા થી લઈ ૧૦૦૦૦૦ સુધી ની આવે છે અને ઉપહારો ની તોહ વાત અલગ છે.  ભાઈઓ પણ કેમ પાછા રહે, તે પણ એમની બહેનો ને મોબાઈલ, સ્માર્ટ વોચ, શોપિંગ વાઉચર જેવા લક્ઝરી ગિફ્ટ આપે. રક્ષાબંધન હવે એક એવો તેહવાર બની ગયો છે જે ભાવના સાથે ઉપભોક્તા પણ ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે. વિજ્ઞાપન ની વાત કરી તોહ તે પણ એટલા ભાવનાત્મક હોય કે જોઈને તરત ખરીદવા ની ઈચ્છા થઈ જાય. 
 
આપડા પર છે કેવી રીતે પર્વ ને ઉજવવું છે, કેવી રીતે આવતી પેઢી ને સિખડાવું છે. જેવું આપે કરશુ તે એવું શીખશે. આપડને જરૂર છે કે આપે આપડા રીતિ રિવાજો ને સાચવી ને રાખી ને આવતી પેઢી ને આપી. કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ કરતા યા ફેરફાર કરો ત્યારે સોચી વિચારી ને કરજો.
 
નૉંધ:
જો તમને મારી કોઈ વાત ખોટી યા સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવો. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક પર આર્ટિકલ જોઈએ છે એ પણ કોમેન્ટ કરી જણાવો. જય શ્રી કૃષ્ણ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan 2025: રક્ષાબંધનમાં 3 કે 7 ગાંઠ બાંઘવી ? જાણો કંઈ પરંપરા છે સાચી