રક્ષાબંધનનો તહેવાર આજે એટલે કે 22 ઓગસ્ટ (રવિવારે) છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ ખાસ દિવસે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રરક્ષાસૂત્ર બાંધે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ ભાઈઓ રક્ષાસૂત્ર ધર્મનું પાલન કરતા બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. હિન્દુ ધર્મ અનુસાર બહેને રાખડી બાંધતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. જાણો આ નિયમો વિશે-
1. રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ સ્નાન વગેરેથી પરવારી જવુ જોઈએ. આ પછી, દેવતાઓની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.
2. રક્ષાબંધનના દિવસે ચાંદી, પિત્તળ અથવા તાંબાની થાળીમાં રાખડી, કંકુ અથવા સિંદૂર મુકો.
3. રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા પૂજા સ્થળ પર થાળ ચાવો. હવે બાળ ગોપાલ અથવા તમારા કુળ દેવતાને રાખડી અર્પણ કરો.
4. રાખડી બાંધતી વખતે ભાઈનો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.
5. રાખડી બાંધતી વખતે ભાઈનું માથું બરાબર ઢાકવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે.
6. રાખડી બાંધતા પહેલા ભાઈએ કંકુ કે સિંદૂરનો ટીકો લગાવવો જોઈએ. અક્ષત કંકુ પર લગાવવા જોઈએ.
7. ભાઈની નજર ઉતરવા માટે આરતી કરવી જોઈએ.
8. ભાઈએ જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. આ સમય દરમિયાન ભગવાનનું ધ્યાન કરવુ જોઈએ.
9. તમારા ભાઈને મીઠાઈ ખવડાવીને તેનુ મોઢુ મીઠુ કરાવો.
કલ્યાણસિંહ : ભાજપ ના છોડ્યો હોત તો આજે અટલ-અડવાણી પછી પક્ષના સૌથી મોટા નેતા હોત
સમીરાત્મજ મિશ્ર