Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બીજેપીએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવાર, જાણો કોણ છે આ ઉમેદવાર અને તેનાથી બીજેપીને શુ થશે ફાયદો

gujarat rajysabha election
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (16:08 IST)
gujarat rajysabha election
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી બહાર પાડી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર હશે જ્યારે તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે.

 
ગુજરાતમાંથી નડ્ડા સહિત ચાર ઉમેદવારોના નામ 
રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે પાર્ટી તરફથી રજુ થયેલી નવી લિસ્ટમાં ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ છે. જેપી નડ્ડા ઉપરાંત ગોવિંદભાઈ ઢોલકિયા, મયંકભાઈ નાયક અને ડો. જશવંત સિંહ સલામ સિંહ પરમાર ને પાર્ટીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.  જ્યારે મહારાષ્ટ્રમાંથી પાર્ટીએ અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને ડૉ. અજીત ગોપચડેને રાજ્યસભાની ટિકિટ આપી છે.
 
હીરા વેપારી ગોવિંદભાઈ ઢોલકિયાને પણ મળી ટિકિટ 
ગુજરાતના હીરા વેપારી ગોવિંદભાઈ ઢોલકિયાને રાજ્યસભાની ટિકિટ આપીને બીજેપીએ સૌને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદભાઈ ઢોલકીયાએ 11 કરોડ રૂપિયાની રકમ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે દાન કરી છે. ગોવિંદભાઈ ઢોલકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણા એક્સપોર્ટ્સના ફાઉંડર છે. ડાયમંડ ક્ષેત્રમાં તેમની એક સારી ઓળખાણ છે. ગોવિંદભાઈ ઢોલકિયા લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે. 

બધા ઝોન સાચવી લીધા 
રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

 
એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર
ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.
 
ડોક્ટર જસવંતસિંહ પરમાર હોસ્પિટલનું સંચાલન કરે છે
ગોધરાના વતની ડો.જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન 1975ના રોજ થયો હતો. તેમના પિતા સલામસિંહ પરમાર આચાર્ય હતા. તેઓ અમદાવાદના બી.જે. મેડિકલ કૉલેજમાંથી MBBS અને NHL મેડિકલ કૉલેજમાંથી MS (માસ્ટર ઑફ સર્જરી). , હાલમાં તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવે છે. તેમનો વાઘજીપુરમાં પેટ્રોલ પંપ પણ છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ગોધરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ત્રણ વખત ગોધરા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહ્યા હતા.
 
કોણ છે રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક?
ભાજપ દ્વારા જાહેર કરાયેલ રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક ભાજપના ઓબીસી સેલના પ્રમુખ છે અને હાલમાં મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે. તેમજ મયંક નાયકને પાટણ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓમાંના એક છે.
 
કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા?
 
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર એક નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ ખેડૂત પરિવારમાં ઉછરેલા, તેમનું બાળપણ વિશેષ સુવિધાઓ અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના વિત્યું. અનેક પડકારો છતાં ગોવિંદ ધોળકિયાનું બાળપણ સામાન્ય હતું. લોકો તેમને પ્રેમથી કાકા તરીકે ઓળખે છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યસભામાં પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તુ કપાયું, ગુજરાતમાં ભાજપની નો રિપીટ થિયરી