Publish Date: Tue, 18 Jan 2022 (12:06 IST)
Updated Date: Mon, 24 Jan 2022 (16:16 IST)
પંજાબ વિધાનસભા ચૂંટણીથી પહેલા પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate)એ રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના એક સંબંધીના 10 ઠેકાણા પર કાર્યવાહી કરી છે. ED એ ગેરકાયદેસર સેંડ માઈનિંગ કેસમાં મંગળવારે આ છાપામારી કરી.
સીએમના સંબંધીનો નામ ભૂપેંદ્ર સિંહ હન્ની જણાવાઈ રહ્યુ છે. રિપોર્ટસ મુજબ જે 10 જગ્યા પર છાપામારી કરી છે તેમાં મોહાલી પણ શામેલ છે. ચૂંટણી આયોગએ રાજ્યમા એક દિવસ પહેલા જ 14 ફેબ્રુઆરીની જગ્યા 20 ફેબ્રુઆરીને વિધાનસભા ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે.