સોનાના ગણપતિ છે સાંગલીના, સારો લાગે છે તેને વસ્ત્ર જરીના. આ કહેવત મહારાષ્ટ્રના સાંગલેના ગણપતિ વિશે કહેવાય છે. કારણ કે અહીંના ગણપતિની સુંદરતા અને સમૃધ્ધિ જોવા લાયક છે. સાંગલીના આરાધ્ય દેવના રૂપે પ્રસિધ્ધ આ પંચાયતન ગણપતિ મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશ અહીં આવાનરા ભક્તોની ઝોલી ભરીને તેમણે પણ સુખી-સમૃધ્ધ કરે છે.
W.D
આ મંદિરમાં ઈ.સ 1844માં ગણપતિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં ભગવાન શિવ, સૂર્ય, ચિંતામણેશ્વરી અને લક્ષ્મીનારાયણજીની પણ આકર્ષક મૂર્તિઓ વિરાજમાન છે. લાલ પત્થરથી નિર્મિત મંદિરના મહાદ્વારની બનાવટ જોવા જેવી છે. મંદિરના આંગણમાં કરવામાં આવેલી નક્કાશી અત્યંત સુંદર છે. ગણપતિની પ્રતિભાને હીરા-ઘરેણાં અને કિંમતી આભૂષણોથી સજાવવામાં આવી છે. ગણપતિની સાથે સ્થાપિત રિદ્ધિ-સિદ્ધિની મૂર્તિઓ પણ આકર્ષક અને મનમોહક છે.
આ મંદિરની પાસેથી કૃષ્ણા નદી વહે છે. દરેક વર્ષે વર્ષાઋતુમાં કૃષ્ણા નદી રોદ્ર રૂપ ધારણ કરી લે છે તેથી પૂરના પાણીથી બચાવવા માટે મંદિરને વિશેષ બનાવટથી બનાવવામાં આવ્યુ છે. મંદિરના સ્તરને ઉંચાઈએ મૂકવા માટે નિર્માણ કાર્યમાં કોલ્હાપૂર જિલ્લાના શ્રી જ્યોતીબા પહાડથી લાવવામાં આવેલ મોટા-મોટા પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
W.D
આ મંદિરની એક વધુ ઓળખ છે અહીંનો હાથી. મંદિરના આંગણમાં હાથી મૂકવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે. અહીં આવનારા શ્રધ્ધાળુ ભગવાન ગણેશની સાથે જ હાથીની પણ મનોપૂર્વક આરાધના કરતા હતા. અહીંનુ 'સુંદર ગજરાજ' નામનુ હાથી મંદિરના પુજારિઓ અને સાંગલીના રહેવાસીઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ ગયુ હતુ. ત્યારબાદ બબલૂ નામનો હાથી પણ શ્રધ્ધાળુઓ માટે એક આકર્ષણનુ કેન્દ્ર બનીને રહ્યો. બબલુ મૃત્યુ પામ્યો હતો ત્યારે લાખો લોકો શ્રધ્ધા સુમન અર્પિત કરવા માટે સાંગલી આવ્યા હતા.
આ મંદિરમાં દરરોજ કાકડ આરતી, ભૂપાલે આની સાથે જ ગણેશ અથર્વશિર્ષ, પ્રદક્ષિણા, નવગ્રહ જપ, વેદપરાયણ, બ્રહ્મણસ્પતીસુક્ત વગેરે પૂજા અનુષ્ઠાન સંપન્ન થાય છે. ભક્તોને વિશ્વાસ છે કે અહીં વિરાજેલા ગણપતિ બાપ્પા તેમને કદી નિરાશ નથી કરતા.
દરેક વર્ષે ગણેશોત્સવ દરમિયાન મંદિરથી આકર્ષક વરઘોડો નીકળે છે. જેને જોવા માટે ભક્તોની ભીડ જામે છે. આ સમય 'ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા'ની ગૂંજની સાથે લાખો શ્રધ્ધાળુ આ વરઘોડામાં જોડાય છે.
W.D
મંદિરમાં આવનારા ભક્તોને સંપુર્ણ વિશ્વાસ છે કે ગણપતિ બાપ્પાની સામે નતમસ્તક થઈને મનોપૂર્વક કરવામાં આવેલી કામના પૂરી થાય છે. તેથી ફક્ત હિન્દુ જ નહી પરંતુ બધા જ ધર્મોના લોકો અહીં આવીને નતમસ્તક થાય છે.
કેવી રીતે જશો ?
સાંગલી ગામ પુનાથી 235 કિ.મી. અને કોલ્હાપુરથી 45 કિમી. અંતરે આવેલુ છે.
રેલમાર્ગ - બધા મુખ્ય શહેરોથી સાંગલી રેલમાર્ગ જોડાયેલો છે. રોડમાર્ગ- મુંબઈ, પુના અને કોલ્હાપુરથી બસ સુવિદ્યા મળી રહે છે. વાયુમાર્ગ - નજીકના કોલ્હાપુર વિમાનમથકથી 45 કિમી. અંતરે આવેલુ છે.