હાલમાં ગુજરાતમા પાટીદાર અનામતનું ભૂત ફરીવાર ધૂણવા માંડ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલ ગુજરાતમાં ઠેરઠેર લોકો સાથે મુલાકાત કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં રવિવારે રાત્રે એક લોકડાયરાના કાર્યક્રમમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાતા અફડાતફડી મચી ગઈ હતી. ટમેટાં ફેંકનાર શખસને બાદમાં હાર્દિકની વ્યવસ્થામાં રહેલા માણસોએ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે .
જામનગરમાં મા ખોડલના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અરીયા કોલેજ વિસ્તારમાં રાત્રે જાહેર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સામેલ થવા તે પોતાના કાફલાં સાથે સ્થળ ઉપર પહોંચતા જ એક શખસે ટમેટાંના છૂટા ઘા કર્યા હતા. બનાવને પગલે તેની સાથે રહેલા લોકોએ લાકડી સાથે ધસી જઈ તે યુવાને ઢીબી નાંખ્યો હતો.ટમેટાંના ઘા કરનાર શખસની ઓળખ સામે આવી નથી. તથા આવું કરવા પાછળ કારણ પણ જાણવા મળતું નથી. પરંતુ બનાવને પગલે ડાયરાના સ્થળે થોડો સમય માટે અફડાતફડી સાથે ચકચાર જરૃર મચી ગઈ હતી.