મેગી મસાલા આમલેટ - મેગી મસાલા ખાવાના તો દરેક કોએ શોખીન હોય છે. પણ જો તેમાં એક નવું સ્વાદની સાથે મેગી આમલેટ ખાવા મળી જાય તો પછી શું કહેવું. તમે પણ નાશ્તામાં સર્વ કરી શકો છો. તેની રેસીપી આ રીતે છે.
સામગ્રી
- 4 ઈંડા
- 40 ગ્રામ ડુંગળી
- એક શિમલા મરચાં
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં
- 1 ટી સ્પૂન લસણ
- 1/2 ટી સ્પૂન મીઠું
- 1 પેકેટ મેગી મસાલા
- 1 ટેબલ સ્પૂન કોથમીર
- 1/8 ટેબલ સ્પૂન કાળી મરી
- 80 ગ્રામ મેગી નૂડ્લ્સ
- 1 ટેબલ સ્પૂન માખણ
વિધિ-
1. એક બાઉલમાં મેગી અને માખણને મૂકીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો.
2. હવે તેમાં બાફેલી મેગી નૂડલ્સ નાખી મિક્સ કરો.
3. એક પેનમાં 1 ટેબલ સ્પૂન માખણ નાખીને ગર્મ કરો. પછી તેમાં તે મિક્સ નાખો અને ગૉળ આકારામાં ફેલાવી દો.
4. ધીમા તાપ પર બન્ને તરફથી ગોલ્ડન બ્રાઉન થતા સુધી રાંધો
5. ગરમ-ગરમ સર્વ કરો.