Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shardiya Navratri 2025 - નવરાત્રી ઘટસ્થાપન શુભ મુહુર્ત અને પૂજા સામગ્રીલિસ્ટ

Shardiya navratri 2025 date
, શનિવાર, 20 સપ્ટેમ્બર 2025 (16:15 IST)
ધાર્મિક માન્યતા મુજબ શારદીય નવરાત્રિના દરમિયાન ઘરતી પર માતા દુર્ગાનુ આગમન થાય છે. આ દરમિયાન પ્રથમ દિવસનુ શુભ મુહુર્તમાં ભક્ત ઘટસ્થાપના કરીને માતા રાનીની પૂજા અર્ચના કરે છે. જેનાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનુ આગમન  થાય છે.  
 
વૈદિક પંચાગ મુજબ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિ થી શારદીય નવરાત્રિ શરૂ થાય છે.  આ સમય દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવી શુભ માનવામા આવે છે.  ભક્ત વિધિપૂર્વક દુર્ગાની ઉપાસના કરી વ્રત કરે છે.  
 
ધાર્મિક માન્યતા મુજબ શારદીય નવરાત્રિ વ્રત કરવાથી સાઘકને બધા ભયથી છુટકારો મળે છે અને માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.  આવામાં ચાલો આ આર્ટીકલમાં જાણીએ કે ક્યારથી શરૂ થાય છે શારદીય નવરાત્રિ (Shardiya navratri 2025) અને ઘટસ્થાપના શુભ મુહુર્ત વિશે.     
 
શારદીય નવરાત્રિ 2025 ડેટ અને ટાઈમ  (Sharadiya Navratri 2025 Start Date end Date)
આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિની શરૂઆત 22 સપ્ટેમ્બરથી રાત્રે 01 વાગીને 23 મિનિટ પર 
આસો મહિનના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનુ સમાપન 23 સપ્ટેમ્બર રાત્રે 2 વાગીને 55 મિનિટ પર 
 
શારદીય નવરાત્રી 2025 ઘટસ્થાપના  શુભ મુહુર્ત 
22 સપ્ટેમ્બરના રોજ ઘટસ્થાપના કરવાનુ શુભ મુહૂર્ત સવારે 6 વાગીને 9 મિનિટથી લઈને સવારે 8 વાગીને 6 મિનિટ સુધી છે. આ દરમિયાન કોઈપણ સમય ઘટસ્થાપના કરી મા દુર્ગાની પૂજા-અર્ચના કરો. 

 
અભિજીત મુહૂર્ત – ૨૨ સપ્ટેમ્બર સવારે 
11:49 થી બપોરે 12:38 વાગ્યા સુધી.
શુક્લ યોગ – સવારથી સાંજે 7:58 વાગ્યા સુધી
બ્રહ્મ યોગ – 23 સપ્ટેમ્બરના રોજ સાંજે 
7:58 વાગ્યાથી રાત્રે 8:22 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ – 21 સપ્ટેમ્બરના રોજ 
સવારે 9:32 વાગ્યાથી 22 સપ્ટેમ્બરના રોજ 
સવારે 6:19 વાગ્યા સુધી
બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:43 વાગ્યાથી 5:31 વાગ્યા સુધી
 
શરદ નવરાત્રી 2025 કન્યા વિવાહ મુહૂર્ત
કન્યા લગ્ન શરૂ – 22 સપ્ટેમ્બરના રોજ સવારે 6:09 વાગ્યે
કન્યા લગ્ન સમાપ્ત – 22 સપ્ટેમ્બરના રોજ સવારે 8:06 વાગ્યે
 
ઘટસ્થાપનાની સામગ્રી લિસ્ટ (Ghatasthapana Samagri)
માટીનુ  વાસણ
કળશ
અખંડ જ્યોત માટે મોટો દીવો, કપાસની વાટ
નાળિયેરની ભૂસી
કેરી અથવા આસોપાલવ ના પાન
ગંગાજળ 
લાલ કપડું
પવિત્ર સ્થાન (મંદિર વગેરે) ની માટી
અક્ષત, હળદર
ફૂલો, ફૂલની માળા
એલચી, લવિંગ, કપૂર
લાલ દોરો, સિક્કો
સોપારી, નાડાછડી, કંકુ 
 
આ રીતે કરો મા દુર્ગાને પ્રસન્ન 
 
જો તમે શારદીય નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો દરરોજ માતા દુર્ગાની પૂજા કરીને સિંદૂર ચઢાવો. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઉપાય કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને ભક્તને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. સાથે જ, લગ્ન જીવનમાં સુખ આવે છે.
 
લગ્નજીવનમાં આવતા અવરોધો  થશે દૂર
જો તમારી કુંડળીમાં માંગલિક દોષનો સામનો કરી રહ્યા છો, તો નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો. ધાર્મિક માન્યતા અનુસાર, માતા શૈલપુત્રીની પૂજા કરવાથી લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti on Women: પુરૂષોને પોતાના જાળમાં ફસાવે છે આ પ્રકારની સ્ત્રીઓ... આ લક્ષણોથી ઓળખો