નવરાત્ર 21સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રમાં દરેક દિવસ દેવીના જુદા-જુદા રૂપની પૂજા કરાય છે . આ નવ દિવસમાં વિભિન્ન ઉપાયોથી માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રમાં દેવીને દરેક દિવસ એક ખાસ પ્રકારનો ભોગ લાગાવાય છે. નવરાત્રમાં પ્રથમ દિવસથી લઈને આખરે દિવસ સુધી દેવીને આ ખાસ ભોગ અર્પિત કર્યા પછી એને ગરીબોને દાન કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે.
પ્રતિપદા તિથિ પર માતાને ઘી નો ભોગ લગાડો - એનાથી રોગીને કષ્ટોથી મુક્તિ મળે છે અને શરીર નિરોગી હોય છે.
દ્વિતીયા તિથિના દિવસે માતાને ખાંડનો ભોગ લગાડો એનાથી વય લાંબી થાય છે.
તૃતીયા તિથિએ માતા દુર્ગાને દૂધનો ભોગ લગાડો એનાથી બધા પ્રકારના દુખથી મુક્તિ મળે છે
ચતુર્થી તિથિએ માતા દુર્ગાને માલપુવાનો ભોગ લગાડો. એનાથી બધી સમસ્યાઓનો અંત થાય છે.
પંચમી તિથિએ માતા દુર્ગાને કેળાનો ભોગ લગાડો. એનાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે.
ષષ્ઠી તિથિએ માતા દુર્ગાને મધનો ભોગ લગાડો. એનાથી લાભ થવાના યોગ બને છે.
સપ્તમી તિથિએ માતા દુર્ગાને ગોળનો ભોગ લગાડો. એનાથી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
અષ્ટમી તિથિએ માતા દુર્ગાને નારિયેળનો ભોગ લગાડો. એનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
નવમી તિથિને માતા દુર્ગાને અનાજનો ભોગ લગાડો.. એનાથી વૈભવ અને યશ મળે છે.