Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM મોદીની 'મન કી બાત' કાર્યક્રમને યુટ્યુબ અને ટ્વીટર પર મળી સૌથી વધુ Dislike, જાણો કેમ ?

PM મોદીની 'મન કી બાત' કાર્યક્રમને યુટ્યુબ અને ટ્વીટર પર મળી સૌથી વધુ Dislike, જાણો કેમ ?
, સોમવાર, 31 ઑગસ્ટ 2020 (16:20 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'મન કી બાત' કાર્યક્રમ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. રવિવારે પીએમ મોદીના મનની વાત કાર્યક્રમ પછી ટ્વીટર પર #StudentsDislikePMModi હૈશ ટૈગ ટૉપ ટેંડ કરી રહ્યો છે તઓ યુટ્યુબ પર મનની વાત કાર્યક્રમને પસંદ (Like)કરનારાની તુલનામાં નાપસંદ (Dislike) કરનારાઓને સંખ્યા વધુ જોવા મળી રહી છે. 
 
રવિવારે પીએમ મોદીના મનની વાત કાર્યક્રમને લઈને આ લખતા સુધીમાં ભાજપાના યુટ્યુબ ચેનલ પર લગભગ 9 લાખથી વધુ લોકોએ જોયો છે પણ ચોકાવનારી વાત એ છે કે આ વીડિયોને પસંદ કરનારા લોકોની સંખ્યા માત્ર 23 હજાર છે અને નાપસંદ કરનારાઓની સંખ્યા બે લાખ 18 હજારથી વધુ થઈ ચુકી છે. 
 
આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુટ્યુબ ચેનલ પર મન કી વાત કાર્યક્રમને 5 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. પણ અહી વીડિયો પસંદ કરનારાઓની સંખ્ન્યા 22 હજાર અને ડિસલાઈક કરનારાઓની સંખ્યા 46 હજાર છે. 
 
સંભવત: પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર આટલો જોરદાર વિરોધ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે લોકોએ અચાનક વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ કેમ પસંદ કરવાનું શરૂ કર્યું? આના તળિયાને જાણવા માટે, અમે ટ્વિટર અને યુટ્યુબ પર મન કી બાત કાર્યક્રમમાં આપેલા લોકોની ટિપ્પણીઓ વાંચીએ, જ્યારે મોટી સંખ્યામાં ટિપ્પણીઓ NEET અને JEE પરીક્ષા વિશે હતી.
 
સંભવત: પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર આટલો જોરદાર વિરોધ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે લોકોએ અચાનક વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ કેમ નાપસંદ કરવાનું શરૂ કર્યું? આનુ મુખ્ય કારણ જાણવા માટે, અમે ટ્વિટર અને યુટ્યુબ પર મન કી બાત કાર્યક્રમમાં આપેલા લોકોની ટિપ્પણીઓ વાંચી, જ્યા મોટી સંખ્યામાં ટિપ્પણીઓ NEET અને JEE પરીક્ષા વિશે હતી.
 
સોશિયલ મીડિયા પર લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને ડિસલાઈક કર્યો. , આ સાથે જીઇઇ અને આ પેજ પર કમેંટ કરનારા કરનારા અનિલ યાદવે લખ્યું કે હવે યુવાનો જાગૃત થયા છે મોદીજી.  હવે અમને નોકરી પણ જોઈએ મોદીજી, બેરોજગારીની વાત કરો. ગૌતમ મિશ્રા નામના યુઝરે લખ્યુ છે કે વિદ્યાર્થી વિશે વિચારો, હવે તમે આ બકવાસ સાથે જીતી શકતા નથી.
 
પીએમ મોદીના મન કી બાતનો કાર્યક્રમનો સોશિયલ મીડિયા પર વિરોધ થયા પછી, તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા દિગ્વિજયે ટવીટ કરીને લખ્યું છે કે સોશિયલ મીડિયાના બેતાજ બાદશાહની પોલ ખુલ્લી પડી રહી છે. મોદી ભક્તો હવે લાગે છે કે તમને સમજમાં આવી રહ્યુ છે. , મોદી શાહની જોડીએ ભારતને કેટલું બરબાદ કર્યા છે. સમય બદલાઇ રહ્યો છે. ભારત માતા ની જય

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં શાકભાજીમાં ત્રણ ગણો ભાવ વધારો થતાં લોકો ત્રસ્ત, જાણો શું છે નવા ભાવ