મેંગલુરુઃ કર્ણાટકના મેંગલુરુના એક ગામમાં એક ઘરમાંથી 12 ફૂટ લાંબો કિંગ કોબ્રા મળી આવ્યો છે. જ્યારે ઘરના લોકોને ખબર પડી કે તેમના ઘરમાં કિંગ કોબરા છે તો તેઓ ચોંકી ગયા. આ પછી તરત જ સાપ મિત્રને માહિતી આપવામાં આવી.
સ્નેક ફ્રેન્ડે સાપનો રેસ્ક્યુ કર્યો
ઘરની માલિક સેલિન ટોપીએ સાપ મિત્ર અશોક લૈલાને ફોન કર્યો. અશોક લૈલાએ સાપને બચાવ્યો અને ઘરની બહાર લઈ ગયા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ ઘણો મોટો છે અને એટેકિંગ મોડમાં છે.
જો કે સાપને ઘરની બહાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં અવારનવાર સાપ બહાર આવે છે. સામાન્ય રીતે સાપ ગીચ વસ્તીથી દૂર રહેવાનું પસંદ કરે છે.