Publish Date: Thu, 12 Sep 2024 (11:04 IST)
Updated Date: Thu, 12 Sep 2024 (11:06 IST)
ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે યુપીના 45 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
બિજનૌર, બરેલી અને રામપુરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગ્રા, અલીગઢ અને ઔરૈયા સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.