વિસ્તારથી ચર્ચાની શરૂઆત થઇ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન પર લગભગ
સાડા ત્રણ કલાક ઉત્તર પ્રદેશને લઇને ચર્ચા કરાઇ હતી.
એક એવી પણ ચર્ચા છે કે ક્ષેત્રીય, સામાજિક અને
જાતીય સમતુલાને ધ્યાનમાં રાખીને પાંચ કે સાત મંત્રી બનાવવામાં આવી શકે છે.
સૂત્રોના મતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આગામી ત્રણ દિવસોમાં આ મુદ્દા પર
વિસ્તારથી ચર્ચા થશે અને અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકારની સહમતિ લેવામાં આવશે
બાદમા મંત્રીમંડળ વિસ્તારની તારીખ નક્કી કરાશે. ઉત્તર પ્રદેશમાં આગામી 15 દિવસમાં
મંત્રીમંડળનો વિસ્તાર થઇ શકે છે.
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મંત્રમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જેમા કુલ 7 નવા મંત્રીઓ બનાવામાં આવશે.